નવસારી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ (Rain in Navsari ) વરસતા દિવસે અંધકાર પટ છવાયો હતો. નવસારી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાંં અચાનક પલટો આવતાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ત્રણેક દિવસ વરસાદની આગાહી કરેલી છે ત્યારે મેઘરાજાએ હવામાન વિભાગની આગાહીનું માન રાખતાં હોય તેમ સારો વરસાદ પડ્યો હતો.
જનજીવન પર અસર જિલ્લામાં નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ ( Rain in Navsari ) વરસતા જનજીવન પર અસર જોવા મળી હતી. નવસારી શહેરમાં મંકોડીયા ડેપો પાસે વરસાદી પાણી ( Water Logging at Mankodiya Depot ) ભરાયાં હતો. જેને લઇને વાહનચાલકોને થોડી પરેશાનીનો અનુભવ કરવો પડ્યો હતો.
બેવડી ઋતુનો અનુભવ તો ગ્રીડ ચોકડી પાસે પણ ભારે વરસાદના પગલે પાણી ભરાતા ( Water Logging at Mankodiya Depot ) રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે મેઘરાજા નવસારીમાં ધમાકેદાર બેટિંગ (Monsoon Gujarat 2022 ) કરી રહ્યા છે. જિલ્લામાં સવારે ગરમી અને બપોર બાદ વરસાદ ( Rain in Navsari ) વરસવાથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.