જેમાં ગણદેવી,જલાલપોર,નવસારી,વાંસદા આ બધી વિધાનસભા સીટ વાઈઝ લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર 5000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે 3000થી વધુ કર્મચારીઓ બેલેટ પેપરથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં આજે 500થી વધુ અધિકારીઓ, જવાનો અને પોલીસકર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી ચીખલી ખાતે મતદાન કર્યું હતું.
રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂણ પ્રકારે ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. નવસારી લોકસભા બેઠક ઉપર આવતી વિધાનસભા સીટોમાં ગણદેવી,જલાલપોર,નવસારી,વાંસદા બેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રારંભ કરાયો હતો.જેમાં આજે ગણદેવી વિધાનસભા વિસ્તારના 500થી વધુ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું