ETV Bharat / state

ગણદેવીની ડૉ. રઝીનાએ લદ્દાખના માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવ્યો - માઉન્ટ યુનમ હિમાચલના

નવસારી રઝીના કાઝીએ હિમાલય પર્વતમાળાનું બરફીલો શિખર છ દિવસોમાં સર કરીને ઇતિહાસ રચ્યો છે. 20,300 ફૂટ ઊંચું ગગનચુંબી શિખર સર કરવાના આ સાહસને વતન વાપસી થતા પરિવાર અને ગ્રામજનોએ વધાવી લીધું છે. ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે.mountain climbing, Himalaya range in six days

ગણદેવીની ડૉ. રઝીનાએ લદ્દાખના માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવ્યો

author img

By

Published : Aug 26, 2022, 3:45 PM IST

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની રઝીના કાઝીએ 20,300 ફૂટ ઊંચું ગગનચુંબી ટ્રાન્સ હિમાલય પર્વતમાળાનું બરફીલો શિખર છ દિવસોમાં સર કરીને ઇતિહાસ(Himalaya range in six days)રચ્યો છે. તેના આ સાહસને વતન વાપસી થતા પરિવાર અને ગ્રામજનોએ વધાવી (mountain climbing)લીધું છે. ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે. આ ટીમમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ડૉ.રઝીના કાઝીએ પણ ખભેથી ખભા મિલાવીને શિખર સર કર્યું છે.

શિખર પર તિરંગો લહેરાવ્યો

યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહ્યા ગુજરાતીઓ પણ હવે સાહસિક ગતિવિધિઓમાં પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહ્યા છે. માઉન્ટ યુનમ હિમાચલના (Mount Unam Himachal)લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું 20,300 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે. આ ટીમમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ડૉ.રઝીના કાઝીએ પણ ખભેથી ખભા મિલાવીને શિખર સર કર્યું છે.

આ પણ વાંચો સુરતની 2 સાહસિક બહેનો 7 ઉપખંડોના 7 ઉંચા પર્વતો સર કરવાના મિશન પર

પર્વતારોહણ કુલ 7 દિવસનું રઝીના કાઝીનું ગ્રુપ અમદાવાદથી 12મી ઓગસ્ટનાં દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ 7 દિવસનું હતું. જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી 5500 ફૂટ પર પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી. ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચ્યા હતા અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો. એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો.એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે 12 વાગે નીકળી 8 કલાકની સતત ચઢાઈ બાદ તારીખ 19મી ઓગસ્ટનાં સવારના 08:30 વાગ્યે ટીમના 15 સભ્યોએ માઉન્ટ યુનમ શિખર (20,300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ 21મી ઓગસ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું.

આ પણ વાંચો માતા પુત્રીને થયો શિખરો સાથે પ્રેમ અને પંચ કૈલાસ અનેક વાર કર્યા સર

માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ કરવાનું સપનું 20,300 ફૂટ ઊંચું શિખર સર કર્યા બાદ આજે ડોક્ટર રવિના કાજે પોતાના ગામ ગણદેવીના સોનવાડી ગામે આવી પહોંચી હતી ત્યાં ગામના લોકો સરપંચ સહિત એના માતા પિતાએ તિરંગો લઇ એને વધાવી લીધી હતી. નવસારીની આ દીકરીની કામગીરી બદલ સોનવાડી ગામના લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અને સાથે જ અન્ય લોકોને પ્રેરણા મળે એવી કામગીરી આગળ પણ કરવામાં આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર રઝીનાનું હવે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ કરવાનું સપનું છે જે આવનારા સમયમાં પૂરું કરવાની ઈચ્છા એ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.