ETV Bharat / state

Navsari News : ચીખલીના ખૂંધ ગામે દીપડાએ ઝાડ પર અડીંગો જમાવ્યો

નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં વસવાટ માટે આવતાં દીપડાઓની આમ તો નવાઇ નથી. પણ ચીખલીના ખૂંધ ગામમાં ઝાડ પર ચડી ગયેલા દીપડાએ ગ્રામજનોમાં ઘડીભર જોણું પેદા કરી દીધું હતું.

author img

By

Published : Mar 3, 2023, 4:58 PM IST

Navsari News : ચીખલીના ખૂંધ ગામે દીપડાએ ઝાડ પર અડીંગો જમાવ્યો
Navsari News : ચીખલીના ખૂંધ ગામે દીપડાએ ઝાડ પર અડીંગો જમાવ્યો
દીપડાએ ગ્રામજનોમાં ઘડીભર જોણું પેદા કરી દીધું

નવસારી : ચીખલીના ખુંધ ગામે શિકારની શોધમાં આવેલા દીપડાએ ગામમાં હડબડાટ પેદા કરી દીધો હતો.દીપડાને જોતા ગ્રામજનોએ બૂમાબૂમ કરતા દીપડો ગામના વૃક્ષ પર ચઢ્યો હતો. વૃક્ષ પર ચડેલા દીપડાને જોવા માટે ગ્રામીણોના ટોળા ઉમટી આવ્યા જોવા આવેલા. ટોળામાંથી કોઇએ દીપડાને ભગાવવા માટે ગીલોડ વડે હેરાનગતિ પણ કરવામાં આવી ત્યારે થોડા સમય બાદ દીપડો વૃક્ષ પરથી ઉતરીને જંગલ તરફ ભાગી ગયો હતો.

ડાંગના જંગલ વિસ્તારમાંથી નવસારીના ગામડાઓમાં વારંવાર આવે છે દીપડા

ઘટનાનો વિડીયો ઊતારાયો ચીખલી તાલુકાના ખૂંધ ગામના માલવણિયા ફળિયામાં શિકારની શોધમાં દીપડો ગામમાં આવી ચડ્યો હતો તેથી ગામના લોકોએ બુમાંબૂમ કરી હતી. તેથી અને ગામમાં દીપડાનો ભય ફેલાય ગયો હતો લોકોએ કરેલી બુમાબૂમ થી ગભરાયેલો દીપડો લીમડાના વૃક્ષ ઉપર ચઢી ગયો. ત્યાર બાદ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોક ટોળું ઉમટી પડ્યું હતું. આ લોક ટોળા માંથી અમૂક વ્યક્તિઓ દ્વારા વૃક્ષ પર ચઢેલા દીપડાને ગીલોડ મારી હેરાન કરવામાં આવ્યો હતો અને ટોળાઓ દ્વારા બૂમાબૂમ કરી દીપડાને હેરાન ગતિ કરવામાં આવી હતી. પરંતુ થોડા જ સમયમાં આખરે દીપડો વૃક્ષ ઉપરથી નીચે ઉતરી ફરી જંગલમાં ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો કોઈ ગ્રામીણ દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી વાયરલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ

ખોરાકની શોધ જંગલોના નિકંદરને કારણે વન્ય પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાંથી વન્ય પશુઓ રહેણાંક વિસ્તારમાં જોવા મળે છે. કારણ કે નવસારી જિલ્લામાં વધુ માત્રામાં શેરડીની ખેતી થતી હોય શેરડીઓની વચ્ચે દીપડાઓ પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે.ચીખલીના ખૂંધ ગામમાં દીપડો ચડી આવવાનું આવું કારણ હોઇ શકે છે.

આ વિસ્તારમાં દીપડા વધવાનું કારણ દીપડા શેરડીમાં નિવાસસ્થાન બનાવવાનું કારણ એ છે કે કે ઊંચા ખેતરોની વચ્ચે સુરક્ષિતતાનો અનુભવ કરે છે. આ વિસ્તારમાં નદીકોતરોનું પાણી પણ મળી જાય છે. તો કોઇવાર દીપડા જંગલી ભૂંડના શિકાર પણ કરી લે છે. તેથી નવસારી જિલ્લાનો વિસ્તાર ખાસ કરીને દિપડાઓને માફક આવી ગયો હોય તેમ નવસારી જિલ્લામાં મોટી સંખ્યાઓમાં દીપડાઓ અવારનવાર જોવા મળતા હોય છે. થોડા સમય પર જલાલપોરના બોદાલી ગામમાં પણ દીપડો જોવા મળ્યો હતો.નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એમ તો ઘણા વિસ્તારમાં દીપડાઓ જોવા મળે છે. આમ દીપડાઓને નવસારી જિલ્લાનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર ખાસ કરીને માફક આવી ગયો હોય તેમ અહીં તેઓ પોતાનું આશ્રયસ્થાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો પુરાયો પાંજરે

ડાંગ તરફથી નવસારી બાજુ આવતાં વન્ય જીવો વાંસદાના કાવડેજ ખાતેથી પણ થોડા દિવસો અગાઉ દીપડો પાંજરે પુરાયાની ઘટના સામે આવી છે. વાંસદા તાલુકામાં ખાસ કરીને દીપડાઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. કારણ કે નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ અડીને આવેલી હોય ડાંગ જિલ્લામાંથી પણ દીપડાઓ નવસારી જિલ્લામાં વસવાટ કરવાના ઇરાદે આવતાં વાંસદા અને ચીખલી તાલુકામાં રોજબરોજની ઘટના બનતી જાય છે.

કાયમી ઉકેલ આવે તેવા પગલાંની આશા સમગ્ર ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને પણ કરવામાં આવી છે. તો બીજી તરફ દીપડાઓનો ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દેખા દેવાની ઘટના દિવસ અને દિવસે વધતી જાય છે.ગ્રામ્ય વિસ્તારના લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે કારણ કે હિંસક પશુઓના કારણે પોતાની અને પોતાના ઢોરોની ચિંતા કરવી પડે છે. વન વિભાગ આ દીપડાને પકડવા પાંજરુ મૂકે અને તે પકડાય પણ ખરો પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા પગલાંની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.