ETV Bharat / state

Navsari Highway : આ હાઇવે પર પસાર થતા પહેલા સાવધાન, ફરી મોટી જાનહાનિ ટળી - dhola pipla navsari Accident

નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની (navsari national highway car accident) ઘટના સર્જાય હતી. મુંબઈ તરફ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવ્યું છે. (Accident case in Navsari)

Navsari News : આ હાઇવે પર પસાર થતા પહેલા સાવધાન, ફરી મોટી જાનહાનિ ટળી

author img

By

Published : Jan 31, 2023, 10:16 AM IST

નવસારીમાં ફરી સર્જાયો અકસ્માત કોઈ જાનહાની નહીં

નવસારી : નવસારી નેશનલ હાઇવે નંબર 48 નો ધોળા પીપળા વિસ્તારમાં ફરી અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની શરૂઆત સાથે જ નવસારીમાં હાઇવે નંબર 48 પર અકસ્માતો વાતોની હાર માળા થોભવાનું નામ નથી લેતું. નવસારીનો વેસ્મા અને ધોળા પીપળા વિસ્તાર એકસીડન્ટ ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અહીં અકસ્માતો સર્જાતા રહે છે. ગત દિવસોમાં પણ વેસ્મા વિસ્તારમાં અકસ્માત થતા નવ લોકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા હતા. ત્યારે રાજકોટથી નવસારી આવતો પરિવાર પણ અહીં અકસ્માતગ્રસ્ત થયો હતો.

કારનું ટાયર ફાટતા અકસ્માત : ત્યારે ફરી એકવાર એક પરિવાર નવસારીના ધોળા પીપળા વિસ્તારમાં મોટી હોનારત થતા બચી ગઇ હતી. અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલી કારનું ટાયર ફાટતા કાર પોતાનું બેલેન્સ ખોરવાતા સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. કાર એકાએક પલટી મારી ગઈ હતી. કારમાં સવારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ કાર પોતાના મુખ્ય ટ્રેક પરથી ટાયર ફાટા સામેના ટ્રેક પર પહોંચતા સદનસીબે સામેથી કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા બચી ગઇ હતી.

આ પણ વાંચો : UP Santkabirnagar Accident: રસ્તો ક્રોસ કરી રહેલો બાળક 22 પૈડાવાળા ટ્રકની નીચે આવી ગયો, પછી શું થયું...

મોટી દુર્ઘટના અટકી : એકાએક એક્સિડન્ટનો અવાજ આવતા સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા અને તેઓને હોસ્પિટલ લઈ જવા માટેની યોગ્ય સગવડ કરી આપી હતી, ત્યારે હાજર લોકોના જણાવ્યા મુજબ જો સામેથી કોઈ મોટું વાહન આવતું હોત તો આ કાર એની સાથે ધડાકાભેર અથડાય તો મોટો અકસ્માત થવાની ભીતિ સર્જાત, પરંતુ સામેથી કોઈ વાહન ના આવતા મોટી દુર્ઘટના થતા અટકી હતી.

આ પણ વાંચો : Bhavnagar accident: મહુવાના ઉમણીયાવદર ગામે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, બે શિક્ષિકાના મોત

વારંવાર અકસ્માતો : ઉલ્લેખનીય છે કે, વારંવાર એક જ જગ્યા પર આવા અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે હાઇવે ઓથોરિટી પણ આ જગ્યાઓનું યોગ્ય નિરીક્ષણ કરી આ સમસ્યાનું નિવારણ લાવે તેવી સમયની માંગ ઉઠી છે. જો કે, આ અકસ્માતમાં સદનસીબે કાર ચારથી પાંચ પલટી ખાવા છતાં પણ અંદર સવાર લોકોને ઉની આંચ પણ આવી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.