ETV Bharat / state

નવસારીમાં અંધશ્રધ્ધા અને લાલચના કારણે આધેડે ગુમાવ્યો જીવ, મિત્રોએ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો !

author img

By

Published : Jan 3, 2020, 5:40 PM IST

નવસારી: 'નાદાનની દોસ્તી અને જીવનું જોખમ' કહેવત સાચી ઠરી છે. બે મિત્રોએ પોતાના 67વર્ષીય આધેડ મિત્રને બમણા રૂપિયાની લાલચમાં ફસાવી તાંત્રિક વિધિ કરવા ખેતરમાં લઇ ગયા હતા. ખેતરમાં જઇને આધેડ મિત્રનું ગળુ કાપી મૃતદેહ જમીનમાં દફનાવી દીધો હતો. આ મુદ્દે પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી છે.

ETV BHARAT
નવસારીમાં મિત્રતાને લાગ્યો કલંક, મિત્રએ જ કરી મિત્રની હત્યા

ગણદેવી તાલુકામાં 31 ડિસેમ્બરના રોજ ગાયબ થયેલા ભરત નાયકનું તેમના મિત્રો દ્વારા જ અપહરણ થયાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે CCTVના આધારે આરોપી મિત્ર સુધી સરળતાથી પહોંચી અને અપરાધનો ભેદ ઉકેલ્યો છે. મૃતક જ્યોતિષ, તેના બે મિત્ર વિમલ પટેલ અને સાગર પટેલ સાથે તાંત્રિકવિધિ કરીને રૂપિયાનો વરસાદ કરવા માટે બામરોલીયા ગામના ખેતરમાં ગયા હતા. જ્યાં બન્ને આરોપીએ મૃતક પાસેથી આગળના નીકળતા 3 લાખની માગણી કરી હતી. જેમાં મૃતક અને આરોપી વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. જેથી બન્ને આરોપીએ મિત્ર જ્યોતિષનું ગળુ કાપી નાખ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને ખેતરમાં જ ખાડો ખોદીને દફનાવી દીધો હતો.

નવસારીમાં મિત્રતાને લાગ્યો કલંક, મિત્રએ જ કરી મિત્રની હત્યા

પોલીસે સમગ્ર મુદ્દે આરોપી પાસે ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ હત્યા કેવી રીતે કરી? ઘટના સ્થળ સુધી કેવી રીતે આવ્યા અને મૃતકને કેવી રીતે દફનાવ્યો વગેરે બાબતોની પોલીસે તપાસ કરી હતી.

Intro:સ્ટોરી એપ્રુવ
ડેસ્ક
નાદાનની દોસ્તી અને જીવનું જોખમ આ કહેવત અહીં સાચી ઠરી છે...નાદાનમિત્રોએ 67વર્ષીય આધેડને બમણા રૂપિયાની લાલચમાં ફસાવીને તાંત્રિકવિધિ કરવા જવાનું કહીને ખેતરમાં લઇ ગયા હતા અને ત્યારબાદ ગળુ કાપીને મૃતદેહ જમીનમાં દફનાવીને રૂપિયાની લેવડ દેવડની દુશમનીનો મોત આપી બદલો લીધો છે જેમાં પોલીસે સીસીટીવીના આધારે ગુનેગાર આરોપીને ઝડપી પાડવાનું પગેરું શોધી કાઢ્યું છે........

હત્યા કરીને જમીનમાં દફનાવેલી લાશ ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢી છે તારીખ 31ના રોજ ગાયબ થયેલો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભરત નાયકનું મિત્રો દ્વારાજ અપહરણ કરવામાં આવ્યું છે જેની ચોંકાવનારી હકીકત બહાર આવી છે સીસીટીવીના આધારે પોલીસ આરોપી સુધી આશાનીથી પોહચી અને ભેદો ખુલતા ગયા જેમાં મરણ જનાર જ્યોતિષ અને મિત્ર તાંત્રિક આ ત્રણ લોકો તાંત્રિકવિધિ કરીને રૂપિયાનો વરસાદ કરવા જ્યોતિષને પટાવીને ચીખલીતાલુકાના બામરોલીયા ગામના ખેતરમાં લઇ ગયા અને ત્યાં જઈને 3 લાખ બકીને નીકળતી રકમની માંગણી કરવામાં આવી અને ત્યાં રકઝક ચાલી અને બે આરોપી મળીને મિત્ર જ્યોતિષની ગરદન પર છરી ચલાવી અને ખેતરમાં ખાડો ખોડી દફન કરી દેવામાં આવ્યો જે પોલીસે સમગ્ર કારસ્તાન આરોપીને ઝડપીને ઓકાવ્યું છે

Body:રૂપિયાનો વરસાદ કરવા બે આરોપી એક ભલાભોળા માણસને પોતાની જાળમાં ભેરવીને લઇ ગયા આવવારું સ્થળે અને ત્યાં મંદિર પાસે લઈ જઈ તાંત્રિકવિધિ સાઈડ પર રાખી બાકી નીકળતા નાળાની ઉઘરાણી આ બે નકાબ પહેરીને ઉભા રહેલાઓએ મોતનો ખાડો ખોદી મરણ જનારને દાટી દીધો હતો જે સમગ્ર ઘટનાનુ જિલ્લા પોલીસે રિકટ્રક્શન કર્યું હતું આરોપી કઇ રીતે અહીં આવ્યા કયાં સ્થળે મૃતકને દફનાવ્યો અને કઈ રીતે હત્યાને અંજામ આપ્યો જે સમગ્ર ચિતાર ફરી રજુ કરવામાં આવ્યો હતો

Conclusion:એક તરફ ગાઠ મિત્રતા અને બીજી બાજુ રાતોરાત કરોડપતિ બનવામાં સ્વપ્નાઓ એક તાંત્રિક અને બીજો જ્યોતિષ જે બે લોકોનું મિલાન થયું એમાં મેલીવિદ્યા ગણાતી રૂપિયાના વરસાદ વરસાવતા લોકોની મેલીમુરાદ બહાર આવી અને જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન ધરાવતા શુદ્ધવિદ્યાના પૂજકનું કાસળ કાઢી નાખ્યું જેનાથી એક શીખ જરૂરથી મળે છે જેવી સંગત તેવી અસર

બાઈટ -૧ ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )

બાઈટ -2 ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )

આરોપીના નામ

1) વિમલ પટેલ - 40 વર્ષ

2) સાગર પટેલ - 18 વર્ષ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.