નવસારી જિલ્લાના દરેક ગામે આરોગ્ય સેવાઓ પહોંચાડનારી આશા વર્કરોમાંથી શ્રેષ્ઠ આશા વર્કરને જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. અમિતા પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવસારી જિલ્લાની 6000થી વધુ આશા વર્કર મહિલાઓ પુલવામામાં આતંકી હુમલામાં શહિદ થનાર વીર જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી.
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ગામડાઓ તેમજ શહેરોમાં અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં લોકોને ઘરે બેઠા આરોગ્યની સેવાઓ મળી રહે એ હેતૂથી સરકાર દ્વારા આશા વર્કરોની નિમણુંક કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્યરત આશા વર્કર મહિલાઓને જિલ્લા પંચાયત દ્વારા દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
જેમાં આ વર્ષે ચીખલીના દિનકર ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લાની શ્રેષ્ઠ આશા વર્કર મહિલાઓને જિલ્લા પંચાયતના પ્રમુખ ડો. અમિતાબેન પટેલ સહિતના આગેઆનોના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ નવસારી જિલ્લાની 6000થી વધુ આશા વર્કર મહિલાઓ પુલવામામાં આતંકી હુમલામાં શહિદ થનાર 40 વીર જવાનોને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.