ETV Bharat / state

Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ - નવસારીમાં પેજ સમિતિની બેઠક

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ધમધમાટ તૈયારીઓ જોવા મળી રહી છે. પોતાના હોમગ્રાઉન્ડ નવસારીમાં પેજ સમિતિની બેઠકમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ થયેલો જોવા મળ્યો હતો.

Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ

author img

By

Published : Apr 8, 2023, 3:13 PM IST

નવસારીમાં પેજ સમિતિની બેઠક

નવસારી : ગુજરાતની રાજનીતિએ દેશ અને દુનિયા પર પોતાનો પ્રભાવ પાથર્યો છે ત્યારે આવનારી લોકસભા ચૂંટણી 2024નો કરંટ નવસારી લોકસભા સીટ પર શરૂ થયો છે. નવસારીમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બૂથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે કાર્યકરોમાં બૂથ સશક્તિકરણના પ્રાણ ફૂંક્યાં છે.

પેજ સમિતિ રોડ મેપ : નવસારી ખાતે આવેલા બીઆર ફાર્મમાં બૂથ સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચૂંટાયેલૈ હોદ્દેદારો તેમજ બૂથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતાં. જિલ્લા પંચાયત પ્રમુખ ભુરાલાલ શાહે આવકાર પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા પેજ સમિતિના આ ચક્રવ્યૂહને વધુ મજબૂત બનાવવા માટે રોડ મેપ આપ્યો હતો. સી આર પાર્ટીલે પોતાની ઓફિસેથી કઈ રીતે બારીકાઈથી કામ કરવામાં આવે છે તેની વિશેષ માહિતી પણ આપી હતી.

આ પણ વાંચો Surat News : લોકસભા ચૂંટણી 2024નું લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અપીલ : દેશની 542 લોકસભા બેઠક પર જંગી બહુમતીથી લોકસભા ચૂંટણી 2024માં વિજયી બનવા માટે પેજ કમિટીની શરૂઆત નવસારી લોકસભા બેઠકને અનુલક્ષીને થઇ રહી છે. નવસારીમાં આજે પેજ કમિટી મજબૂત કરવા સમગ્ર દેશના ભાજપ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે તે નવસારીને આભારી છે. સી આર પાટીલેે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના ઉપયોગ થકી તમામ લોકો સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટોચના નેતાઓ સાથે જોડાઈને ભાજપના પ્રચારમાં લાગી જવાનું આહવાન કર્યું હતું.

બૂથ સશક્તિકરણ મહત્વનું અંગ : સી આર પાટીલે કાર્યકરોને પાનો ચડાવવા વધુમાં જણાવ્યું હતું કે ભાજપના રાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ દુનિયામાં આપણો ડંકો વગાડ્યો છે. લોકસભા ચૂંટણીની શરૂઆતથી 17 ચૂંટણીઓ લડાઈ છે. જેમાં 250 કરોડ મતદારોએ 9000 લોકોને ચૂંટ્યા હતાં. હવેના ચૂંટાયેલા સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજમાં ઘણા વિકાસના કામો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષ બનાવ્યા છે, જેમાં પેજ કમિટી અને બૂથ સશક્તિકરણ મહત્વનું અંગ બન્યું છે.

આ પણ વાંચો અચ્છા તો આ રીતે બને છે ભાજપની પેજ કમિટી, કૉંગ્રેસે ફોડ્યો ભાંડો

જંગી બહુમતીથી લીડ અપાવવાનો સંકલ્પ : કાર્યકરોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પેજસમિતિ વધુ મજબૂત બનાવવા માટેની હાકલ કરી હતી. સાથે આગામી લોકસભામાં હરીફ ઉમેદવારની ડિપોઝિટ જૂલ થાય અને જંગી બહુમતીથી લીડ અપાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યકરોને મતદાર સુધી કઈ રીતે પહોંચવું અને કઈ રીતે મતદાન કરવાનું તેની પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

માઈક્રો પ્લાનિંગ : જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે આ મુદ્દે જણાવ્યું હતું કે જે પાર્ટી બૂથ જીતે એ જ ચૂંટણી જીતે. તેથી અમે અમારા કાર્યકર્તાઓને બૂથ લેવલે કઈ રીતે કામ કરવું તેની વિસ્તૃત માહિતી આપી છે. તેથી અમે માઈક્રો પ્લાનિંગથી 2024ની લોકસભાની સીટ માટેનું કામ કરી રહ્યાં છીએ. તેથી અમે નવસારી લોકસભાની સીટ ઐતિહાસિક લીડથી જીતીશું. સી આર પાટીલ દ્વારા એક મોબાઇલ એપ બનાવવામાં આવી છે જેમાં સરકારની દરેક યોજનાઓ તેમજ સંગઠનની તમામ વિગત સાથેની આ એપ બનાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.