નવસારી: વાંસના ઘણા બધા ફાયદા છે. ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક રીતે ગરીબો પોતાના ઘર બનાવી ઓછા ખર્ચમાં પોતાના માટે છત ઊભી કરી શકે છે. હાલના સમયમાં વાંસને કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી સારા પ્રકારના ઉત્તમ વાંસની જાત વિકસાવી અને ખેડૂતોને વાંસની ખેતી માટે પ્રોત્સાહિત કરવા તથા વાંસને પ્રોસેસ કરી જીવન જરૂરિયાતની વસ્તુઓ(Life necessities items from bamboo) બનાવી વ્યાપારિક સ્તરે પ્લાસ્ટિકનો પર્યાય બનાવવા માટે પણ કૃષિ યુનિવર્સિટીની વનીય કોલેજ દ્વારા ઉત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કાટશ વાંસ જેવી વાંસની જાતો - 2013માં નવસારીની કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજ(College of Forestry of the Agricultural University) દ્વારા વાંસની વિવિધ જાતના સંશોધન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થતી કાટશ વાંસ જેવી વાંસની જાતો હાર્વેસ્ટ કરવામાં મુશ્કેલી પડવા સાથે જ વાંસમાં ફૂગ અને જીવાત પડવાને કારણે પાવડર થઈ જવાથી પણ લોકો ઉપયોગ કરવામાં ખચકાટ કરતા હોય છે.
આ પણ વાંચો: વાંસ ફર્નીચર પ્રોજેક્ટઃ નવસારીમાં 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ
દક્ષિણ ગુજરાતમાં વાંસની ખેતી કરવાની ખેડૂતોમાં જાગૃતતાના પ્રયાસો - યુનિવર્સિટી દ્વારા વાંસની કુલ 33 જાતોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સરળતાથી વાંસની ખેતી(Bamboo Cultivation in South Gujarat) કરવાની ખેડૂતોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે માટે વાંસને પરંપરાગત પદ્ધતિથી અલગ કરીને હોટ એન્ડ કોલ્ડ વોટર ટ્રીટમેન્ટ(Hot and cold water treatment) તેમજ મશીનમાં હીટ ટ્રીટમેન્ટ આપ્યા બાદ કેમિકલ પ્રોસેસના માધ્યમથી વાંસને એન્ટી ફંગલ તેમજ જીવાણુ મુક્ત કરવાની ટેકનિક(Anti fungal technique) શોધી છે.
વાંસના જાતો પર સંશોધન કરી મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ માટે કોમર્શિયલ યુનિટ - આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી 10 વર્ષ સુધી વાંસમાં ફૂગ ચડતી નથી. જેને કારણે વાંસનો પાવડર પણ થતો નથી. જેથી બજારમાં ખેડૂતોને વાંસના સારા ભાવ મળે છે. કૃષિ યુનિવર્સિટીની વન્ય કોલેજ વાંસના અલગ અલગ જાતો શેર કરી તેમાંથી સંશોધન કરી મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ(Value Added Product) ધ્યાન આપી સાથે કોટવાડિયા સમાજના કારીગરોને(Artisans of Kotwadia society) સાથે રાખી એક કોમર્શિયલ યુનિટ પણ શરૂ કર્યું છે. જેમાં વાંસમાંથી ફર્નિચર અને ઘરની સજાવટનો સામાન તૈયાર કરવામાં આવે છે. આમ 80 પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વ વાંસ દિવસ : વાંસનો વિવિધતમ ઉપયોગ, ખેડૂતોને એન્ટરપ્રેન્યોર બનાવશે
વાંસ પ્લાસ્ટિકનો પર્યાય બની રહે તે માટે પણ એક પહેલ - જેમાં વાંસની સ્ટ્રો, ગ્લાસ, બોટલ જેવી વસ્તુઓ પ્લાસ્ટિકની સામે વાંસની બનાવવામાં આવી રહી છે. જેથી પ્લાસ્ટિકનો યુઝ ઓછો થાય તેની સાથે ઘર સજાવટના ટેબલ, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, મેઈન ગેટ, બાળકોને રમવા માટેના વાંસના રમકડા બનાવવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા વાંસ ઉદ્યોગ તથા વાંસના ઉછેરના માટે વિદ્યાર્થીઓ તથા ખેડૂતોની તાલીમ તથા માર્ગદર્શન(Training and guidance for the bamboo industry) પણ આપવામાં આવે છે. યુનિવર્સિટીના આ નવતર પ્રયાસથી અનેક ખેડૂતો વાંસ ઉછેરની તાલીમ લઈ આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે.