નવસારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) આજે પ્રથમ ચરણનું મતદાન(First phase voting)ની શરૂઆત થઇ ગઇ છે. એ પૂર્વે બુધવાર મોડી રાત્રે નવસારીની વર્ષોથી કોંગ્રેસનો ઘર રહેલી 177 વાંસદા બેઠકના(Vansda assembly seat) ઝરી ગામે ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ ઉપર અજાણ્યા ટોળાએ હુમલો કરતા કડકડથી ઠંડીમાં રાજકારણ ગરમાયું છે. જ્યારે હુમલો કોંગી ઉમેદવાર અનંત પટેલના કહેવા ઉપર તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હોવાની આક્ષેપો પણ ભાજપી ઉમેદવારે લગાવ્યા છે.
પ્રથમ ચરણનું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) આજે પ્રથમ ચરણનું (First phase voting) મતદાન શરૂ થવા પૂર્વે નવસારીની 177 વાસદા વિધાનસભામાં રાજકારણ ઘરમાયું છે. મહત્વની વાત છે કે મતદાન અગાઉની વાત ઉમેદવારો અને તેમના સમર્થકો માટે કતલની રાત ગણાય છે. ત્યારે ચીખલીથી પોતાના ઘરે જઈ રહેલા ભાજપે ઉમેદવાર વાંસદાના (Navsari assembly seat) પ્રતાપનગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઝરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્યા લોકોએ રોકી હતી.
ઘટના સ્થળે દોડી આવ્યા અજાણ્યા ટોળા દ્વારા અનંત પટેલ સામે ઉભો રહી ચૂંટણી લડે છે. આદિવાસી નેતા(tribal leader) બનવા જાય છે કહીને ભાજપે ઉમેદવાર પિયુષ પટેલ ઉપર પિયુષ પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હુમલો ગાડીના કાચ તૂટવાને કારણે પિયુષ પટેલના માથા ઇજાઓ થઈ હતી. જરી ગામે ટોળાએ ઘેરી લેતા ઘટના સ્થળે પિયુષ પટેલના સમર્થકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેના કારણે ઘર્ષણ વધતા ટોળાએ ભાજપની ઉમેદવાર અને તેમના સમર્થકોની કાર ઉપર હુમલો કરતા નાશ ભાગ નથી હતી.
પોલીસની ઘટનાની જાણ તેમાં પિયુષ પટેલની કાર ઉપર લાકડા તેમજ અન્ય સાધનો વડે હુમલો કરતા તેમને બચવાનો પ્રયાસ કર્યો હતો. ચાલે કે કાર હંકારી મૂકી હતી. હુમલામાં કારનો કાચ તૂટતા પિયુષ પટેલના માથામાં ઇજા થઈ હતી. જ્યારે અન્ય લોકોને પણ ટોળાએ ફટકાર્યા હતા જોકે પિયુષ પટેલ ઘટના સ્થળેથી વાંસદા પોલીસ સ્ટેશનને પહોંચી પોલીસની ઘટનાની જાણ કરી હતી. વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યાં તેમના માથામાં બે ટાંકા લેવા પડ્યા હોવાની માહિતી છે. સમગ્ર મુદ્દે પિયુષ પટેલે અનંત પટેલ ના કહેવાથી તેમના ઝરી ગામના સમર્થક ધનજી તેમજ અન્ય લોકોએ તેમને રોકીને એમના ઉપર હુમલો કર્યો હોવાની આક્ષેપો કર્યા છે અને અમુકએ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
ભાજપે ઉમેદવારની ફરિયાદ ઘટનાની જાણ થતા વાંસદા પોલીસ શહીત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો વાંસદા દોડી આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય અને તેમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી સાથે જ ભાજપે ઉમેદવારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.