- 20 વર્ષમાં નવસારી પાલિકાએ કેટલો કર્યો વિકાસ..?
- પાલિકામાં સીઓની જવાબદારી ફિક્સ થતાં વિકાસના કામોમાં આવી ગતિ
- કરોડોની પાણી યોજના પણ હજી પાણી સમસ્યાથી ઝુઝતું નવસારી
નવસારી: નવસારીનો પેરીસ સમકક્ષ વિકાસ કરવાનું સપનું નવસરી પાલિકામાં 20 વર્ષો સુધી મહત્વના પદો પાર રહીને રાજ કરનારા પૂર્વ કારોબારી પ્રમુખ પ્રેમચંદ લાલવાણીએ વાત કરી હતી. નવસારી પાલિકા ગત 5 વર્ષોમાં કેટલા વિકાસના કામો કરી શકી અને શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં કેટલી સફળ રહી, એ વિશે ETV BHARAT ના પાંચ વર્ષનું પંચનામું કાર્યક્રમ અંતર્ગત પાલિકાના પૂર્વ કારોબારી પ્રમુખ પ્રેમચંદ લાલવાણીની સાથે સીધી વાત.
શહેરમાં અનેક વિકાસના કામો થયા
નવસારી શહેરમાં ગત પાંચ વર્ષોમાં અનેક વિકાસના કામો થયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં યુવાનો માટે જીમનેશિયમ, ટ્રાફિકની સમસ્યા નિવારવા વર્ષોથી અટકેલા ઓવરબ્રિજના કામનું ખાતમુહુર્ત, જલાલપોરના ગૌરીશંકર મોહલ્લામાં કરોડોના ખર્ચે સુવિધા સભર શાળા, રીંગ રોડ પૂર્ણ કર્યો જે સુરત જનારાઓ માટે ફાયદાકારક સાબિત થશે.
જોકે, ભેંસથખાડા પાસે ખાનગી જમીનને કારણે કામ અટકેલું છે એ પણ વહેલું પૂર્ણ કરાશે. લુન્સીકુઈ મેદાનમાં સ્પોર્ટ કોમ્પલેક્ષ, મેદાનની ફરતેની કંપાઉન્ડ વોલનું કામ કરી વોકવે બનાવ્યો, દુધિયા તળાવ અને સરબતીયા તળાવ પર લેક ફ્રન્ટ બનાવ્યા અને જલાલપોરમાં તળાવનું કામ ચાલુ છે. અંગ્રેજી માધ્યમની શાળા નગરને ભેટ આપવાનું નગર પાલિકાનું સપનું હતું એ શાળા આવતા સત્રમાં શરૂ થઈ જશે, જેવા અનેક વિકાસના કામો પૂર્ણ થયા છે.
શહેરની પાણી સમસ્યાનું નિરાકરણ પૂર્ણાં નદી પર ટાઈડલ ડેમ
નવસારી શહેરનો વિસ્તાર વધ્યો છે, જેથી એ વિસ્તારને પણ સાંકળીને માસ્ટર પ્લાન બનાવવા પડશે. શહેરમાં પ્રથમ તળાવ અને 12 બોરથી પાણી આપવામાં આવતું હતું. બાદમાં કરોડોની પાણી યોજના બનાવી નહેરમાંથી તળાવમાં પાણી લાવીને તેને ફિલ્ટર કરીને પાણી આપવમાં આવે છે. તેમ છતાં પાલિકા ઘણા વિસ્તરોમાં પૂરતા દબાણથી કે શુદ્ધ પાણી પહોંચાડી શકી નથી.
જેથી શહેરમાં આવેલા તળાવોને ઇન્ટર જોઈન્ટ કરીને પાણી સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કરાયો છે, જેમાં ચાર તળાવોને જોડી પણ દેવામાં આવ્યા છે. સાથે જ શહેરના વધેલા વિસ્તારને પણ પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ બનાવવામાં આવે અને શહેરમાં 12 બોર હતા એનાથી વધુ બોર બનાવી અને ડેમમાંથી મીઠુ પાણી લાવી શહેરની પાણી સમસ્યાનું સમાધાન લાવી શકાય એમ છે.
20 વર્ષોમાં પાલિકામાં જવાબદારી નક્કી થતાં વિકાસને વેગ મળ્યો
20 વર્ષોમાં પાલિકામાં ઘણા ફેરફારો આવ્યા છે. જેમાં પહેલા ચેક ઉપર સહી કરવાની સત્તા પ્રમુખની હતી. સ્ટેન્ડીંગ કમિટી કે અન્ય સમિતિઓમાં બીલ પાસ થતા અને પછી સહી થતી હતી. તેમાં પણ અધિકારીઓ બદલાઈ જાય એટલે જવાબદારી નક્કી થતી ન હતી. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ પાસેથી સત્તા લઈ, ચીફ ઓફિસરોની જવાબદારી નક્કી કરતા વિકાસના કામોને ગતિ મળી. જ્યારે ચીફ ઓફિસરોની બદલી પહેલા કમિટી દ્વારા થતી હતી, જે પણ હવે સરકાર કરે છે. જેથી 20 વર્ષોમાં ઘણા ફેરફાર આવ્યા છે.