ETV Bharat / state

Fire : નવસારીના ગ્રીડ નજીક ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી - Gujarat Gas

નવસારી શહેરના પ્રવેશદ્વાર એવા ગ્રીડ નજીક ગુજરાત ગેસની (Gujarat Gas) મુખ્ય પાઇપલાઈનમાં આજે સવારે અચાનક આગ ( Fire ) ભભૂકી ઉઠતાં અફરાતફરી સર્જાઈ હતી. નવસારી ફાયર વિભાગને (Navsari Fire Department ) ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. થોડા દિવસો અગાઉ જ ગુજરાત ગેસ કંપનીએ આ પાઇપપાઈન નાંખી હતી.

Fire : નવસારીના ગ્રીડ નજીક ગુજરાત ગેસની મુખ્ય પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

author img

By

Published : Nov 11, 2021, 4:25 PM IST

  • ગેસ લાઈનમાં આગ લાગતા બાજુમાં પડેલી કારને પણ થયું નુકશાન
  • 4 ફાયર ફાઈટરોથી લાશ્કરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
  • ગેસની મુખ્ય લાઈનમાં આગ લાગવાનું કારણ અકબંધ

નવસારી : નવસારી-વિજલપોર શહેરના પૂર્વના મુખ્ય પ્રવેશદ્વાર ગ્રીડ નજીક આજે સવારે રસ્તાના કિનારે નાંખવામાં આવેલી ગેસ લાઈનમાંથી અચાનક આગની ( Fire ) જ્વાળાઓ નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. આગની જ્વાળાઓએ રૌદ્ર રૂપ લેતાં એક મહિલાએ નવસારી ફાયર બ્રિગેડને (Navsari Fire Department ) જાણ કરતા ફાયરના લાશ્કરો પાણી ભરેલા ફાઈટરો લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગેસ લાઈનમાં આગ હોવાથી આગ કાબૂમાં લેવામાં મુશ્કેલી જણાતા 6 થી 8 કેરબા ફોમનો મારો ચલાવ્યો હતો. લગભગ અડધો કલાકથી વધુ સમય લાશ્કરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યાં આગ લાગી હતી, ત્યાં નજીકમાં એક કાર ઉભી હોવાથી તેમાં નુકશાન થયું હતું. આગની ઘટનાને કારણે ગ્રીડથી નવસારી તરફ જતા ટ્રાફિકને બીજા ટ્રેક પરથી કાઢવામાં આવ્યો હતો. ટ્રાફિક જામ ન થાય એ હેતુથી ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે ગેસની મુખ્ય પાઇપ લાઈનમાં ક્યાં કારણોસર આગ લાગી એ હજી જાણી શકાયું નથી.

આસપાસની સોસાયટીઓનો ગેસ પુરવઠો કરાયો બંધ

નવસારીના ગ્રીડ નજીક મુખ્ય રસ્તાને કિનારે આજે સવારે ગુજરાત ગેસની (Gujarat Gas) મુખ્ય પાઇપ પાઈનમાં આગ લાગતા સતર્કતાને ધ્યાને રાખી ગુજરાત ગેસ કંપની દ્વારા આસપાસમાં અંદાજે 2 કિમીના વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓનો ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો. જેને કારણે ગૃહિણીઓની સવારની રસોઈ અટવાઈ હતી.

પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી શકાયો હતો

થોડા દિવસો અગાઉ જ કંપનીએ પાઇપલાઈનનું કર્યું હતું કામ

ગુજરાત ગેસ કંપની (Gujarat Gas) દ્વારા થોડા દિવસો અગાઉ જ નવસારીથી ગ્રીડ જતા મુખ્ય માર્ગની બંને બાજુ નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જેમાં ગ્રીડના અહિંસા દ્વાર નજીક લાંબો સમય સુધી કામ ચાલ્યું હતું. જેની નજીક જ મુખ્ય ગેસ લાઈનમાં આજે સવારે આગ લાગતા કંપની દ્વારા ફોલ્ટ શોધીને સમારકામ આરંભવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ હાશઃ કારમાં લાગેલી આગમાંથી 4 જણ બચી ગયાં! નવસારી ટેક્નિકલ હાઈસ્કૂલ પાસેનો હતો બનાવ

આ પણ વાંચોઃ નવસારી ફાયરના જવાનોને રોજગારી છીનવાઇ જવાની ચિંતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.