ETV Bharat / state

Rain in Navsari : ભારે વરસાદના કારણે ખેડૂતોએ માથે હાથ દેવાનો આવ્યો વારો

નવસારી જિલ્લામાં અતિભારે વરસાદના (Rain in Navsari) કારણે ખેતીના પાકોમાં ભારે નુકસાન (Navsari Damage Crops) જોવા મળી રહ્યું છે. ખેતીવાડી વિભાગે દ્વારા નુકશાનીનો ડ્રોન કેમેરાથી (Survey by Agriculture Department) સર્વે કરવામાં આવી રહ્યો છે.

Rain in Navsari : ભારે વરસાદના કારણે ખેડૂતોએ માથે હાથ દેવાનો આવ્યો વારો
Rain in Navsari : ભારે વરસાદના કારણે ખેડૂતોએ માથે હાથ દેવાનો આવ્યો વારો
author img

By

Published : Jul 22, 2022, 5:37 PM IST

નવસારી : નવસારી જિલ્લાની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપુરમાં (Rain in Navsari) ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન સામે આવ્યુ છે. ઘણા ગામોમાં પુરના પાણી ઓસર્યા બાદ પણ હજુ (Navsari Damage Crops) ખેતરોમાં પાણી છે. તેને કારણે જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેતીવાડી વિભાગે પણ સર્વેની કામગીરીને વેગ આપ્યો છે. સાથે જ પ્રથમવાર નુકશાનીનો ડ્રોન કેમેરાથી (Survey by Agriculture Department) સર્વે કરવામાં આવી રહ્યો છે.

ભારે વરસાદના કારણે ખેડૂતોએ માથે હાથ દેવાનો આવ્યો વારો

આ પણ વાંચો : નદીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ બન્યો જળમગ્ન

નદીઓમાં ઘોડાપુર - નવસારી જિલ્લા સહિત ઉપરવાસના જિલ્લાઓમાં ગત દિવસોમાં પડેલા અનરાધાર વરસાદને કારણે નવસારીની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા નદી કિનારે તેમજ પુર પ્રભાવિત વિસ્તારોમાં ખેતી પાકોને પણ મોટુ (Damage to crops due to rain) નુકસાન થયું છે. ખેડૂતોનો ઉભો પાકો પુરના પાણીમાં ડૂબી જતા ખેડૂતોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લામાં પુર પ્રભાવિત 123 ગામોમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 70 લોકોની ટુકડી સાથે સર્વેને વેગ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં અંદાજે 3 હજાર હેક્ટર જમીનમાં નુકશાન નોંધાયું છે અને 3100 ખેડૂતો પ્રભાવિત થયા છે.

ડ્રોન કેમેરાથી સર્વે
ડ્રોન કેમેરાથી સર્વે

આ પણ વાંચો : વાહન માલિકો ખર્ચના ખાડામાં ઊતર્યાં, ગેરેજની સામે લાગી લાંબી કતારો

ખેતરોમાં હજુ પણ પાણી ભર્યો છે - જિલ્લાના ઘણા ગામોના (Washing of agricultural crops in rains) ખેતરોમાં આજે પણ પાણી નીકળ્યા નથી. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા પ્રથમવાર ડ્રોન કેમેરાથી સર્વેની કામગીરી હાથ ધરી, રિપોર્ટ સરકારમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. જલાલપોર તાલુકાના તવડી, માણેકપોર સહિતના 4 થી 5 કિમીના ગામોમાં શેરડીનો ઉભો પાક ખરાબ થયો છે. સાથે જ ડાંગરના ધરૂ તણાઈ જવાથી ખેડૂતે ફરી ધરૂ તૈયાર કરવાની ફરજ પડશે. જેના કારણે ડાંગરની ખેતી પાછળ ઠેલાવા સાથે જ ઉત્પાદન પણ ઓછુ થવાની ભીતિ સેવાઇ રહી છે. ડાંગર સાથે ફળો અને શાકભાજી પાકોને પણ મોટું નુકસાન થવાથી (Losses in agriculture during Navsari) શાકભાજી અને ફળના ભાવ પણ વધ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.