- ચીખલીના વાંઝણા ગામના આર્મી જવાનનું અવસાન
- રાજસ્થાનમાં ફરજ નિભાવતા જવાન વિજયને થયું હતુ બ્રેઇન કેન્સર
- બ્રેઇન કેન્સરની સારવાર દરમિયાન દિલ્હી એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ
- મૃતદેહ આજે બુધવારે વાંઝણા આવ્યો
નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામે રહેતા 40 વર્ષિય વિજય ખાલપભાઈ પટેલ ભારતીય સેનામાં વર્ષ 2000માં જોડાયા હતા. જેમની પોસ્ટિંગ રાજસ્થાન સ્થિત 156 બટાલિયનમાં હતી. દેશ સેવામાં સમર્પિત વિજય પટેલને બ્રેઇન કેન્સર થતાં તેમને આર્મી દ્વારા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિવારને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ કરાશે
જવાનના પાર્થિવ દેહને દિલ્હીથી સુરત સુધી પ્લેનમાં લાવવામાં આવ્યો
જવાન વિજય પટેલના પાર્થિવ દેહને આર્મી દ્વારા પ્રોટોકોલ મુજબ દિલ્હીથી સુરત સુધી પ્લેનમાં લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને આર્મી ટ્રકમાં તેમના ગામ વાંઝણા લવાયો હતો. અહીં પોલીસ દ્વારા જવાન વિજય પટેલને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ છત્તીસગઢ : પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણમાં બે નક્સલ ઠાર, એક જવાન શહીદ