ETV Bharat / state

CNG Pump Owner on Strike in Navsari : સીએનજી પમ્પ સંચાલકોની હડતાળ, કમિશનમાં વધારો કરવાની માંગ

author img

By

Published : Feb 6, 2023, 6:57 PM IST

દક્ષિણ ગુજરાતના સીએનજી પમ્પ સંચાલકો 24 કલાકની હડતાળ (CNG Pump Owner on Strike in Navsari )પર છે. કમિશનમાં વધારાની માગણી (Demand to hike in Commission )સાથે સવારે 6:00 વાગ્યાથી નવસારી શહેર આસપાસના છ સીએનજી પમ્પ બંધ થઇ ગયાં હતાં. જેને પગલે સીએનજી વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

CNG Pump Owner on Strike in Navsari : સીએનજી પમ્પ સંચાલકોની હડતાળ, કમિશનમાં વધારો કરવાની માંગ
CNG Pump Owner on Strike in Navsari : સીએનજી પમ્પ સંચાલકોની હડતાળ, કમિશનમાં વધારો કરવાની માંગ

સીએનજી વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

નવસારી : છેલ્લા પાંચ વર્ષથી સીએનજી પંપ સંચાલકોના કમિશનમાં વધારો ન થવાને કારણે દક્ષિણ ગુજરાતના સીએનજી પમ્પ સંચાલકો દ્વારા આજે 24 કલાકની હડતાળ પાડવામાં આવી છે. સરકારમાં વારંવારની રજૂઆતો બાદ પણ કમિશન ન વધતા સવારે 6:00 વાગ્યાથી નવસારી શહેર આસપાસના છ સીએનજી પમ્પ બંધ થતા સીએનજી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

રીક્ષાના ચાલકો મુશ્કેલીમાં મુકાયા : હડતાળના પગલે ખાસ કરીને નવસારીમાં ચાલતી 500થી વધુ રીક્ષાના ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા રીક્ષા ચાલકોએ પેટ્રોલની ટાંકી પણ કઢાવી નાખી હોય છે, જેથી તેમની રિક્ષા માત્ર સીએનજી પર ચાલતી હોય હડતાલની માહિતી ન હોવાને કારણે મુશ્કેલી વધી છે. નવસારી શહેરના કલિયાવાડી સ્થિત ઓમકાર સીએનજી પમ્પ પર રોજના અંદાજે 3500 કિલો સીએનજીનું વેચાણ થતું હોય છે. એ પ્રમાણે શહેરના છ પંપ પર અંદાજિત 25000 કિલોથી વધુ સીએનજી વેચાતું હોવાનું એક અનુમાન છે. ત્યારે 24 કલાક સીએનજી પમ્પ બંધ રહેતા હજારો વાહન ચાલકોએ આજે પેટ્રોલ પર ગાડી ચલાવવા પડશે, જેના કારણે તેમને આર્થિક ભારણ વધશે.

આ પણ વાંચો CNG Pumps Shut Down : ઇન્ડિયન ઓઇલ કંપનીએ તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ કર્યાં પમ્પમાલિકો કફોડી હાલતમાં

24 કલાકની હડતાળ : સીએનજી પમ્પ સંચાલકોના કમિશનમાં વધારો ન થવાને કારણે આજે સમગ્ર ગુજરાતમાં 24 કલાકની હડતાળ પાડવામાં આવી છે તેમાં મોટેભાગે મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે મધ્યમ પરિવાર કોઈકને કોઈક રીતે સીએનજી વાહનો પર નિર્ભર કરતો હોય છે મધ્યમ વર્ગના માણસોએ કશે પણ જવું હોય સીએનજી રીક્ષા eeco વાન જેવા વાહનોનો ઉપયોગ કરતા હોય છે અને આવા પેસેન્જર ઓના ભાડાઓથી વાહન ભાડે ફેરવતા મધ્યમ પરિવારના લોકોનું ગુજરાન ચાલતું હોય છે તેથી આજે સીએનજીની 24 કલાકની હડતાલમાં ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવાર ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ભાડામાં પણ વધારો : રીક્ષા ચાલકો પણ જે લોકો પેટ્રોલ પર ગાડી ચલાવતા હોય છે તે લોકો સામાન્ય ભાડા કરતા ભાડામાં પણ વધારો કરશે. તેથી એનું ભારણ પેસેન્જર પર જ પડશે તો બીજી તરફ જે રીક્ષા સીએનજી હડતાલની જાણકારી ન હોય તેવા વાહનો સીએનજીના અભાવે તેવા રીક્ષા ચાલકોએ તો આજે પોતાના રીક્ષાના પૈડા થંભાવી દેવા પડશે.

આ પણ વાંચો સીએનજી ગેસના ભાવમાં વધારો, ખિસ્સા પર બોજ કેટલો વધ્યો જાણો

પેસેન્જરો અટકાવાશે : વાત કરવામાં આવે નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં પણ શહેર આસપાસના છ સીએનજી પંપ બંધ થતા સીએનજી ભરાવી ભાડું મારતા વાહન ચાલકો જેવા કે પેસેન્જર રીક્ષાની વાત કરવામાં આવે તો 500 થી વધુ પેસેન્જર રીક્ષા નવસારી શહેરમાં ફરતી હોય તથા નવસારીથી સુરત નવસારીથી ચીખલી તરફ દોડતા લોકલ ઇકો અને વાન ચાલકો સીએનજીના અભાવે પોતાની ગાડીઓ પેટ્રોલ પર ચલાવવા મજબૂર બનશે. તેથી શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ જતા પેસેન્જરોને પણ આજે અટકાવવાનો વારો આવશે. કારણ કે મોટેભાગના લોકોને આ હડતાળ વિશે જાણકારી ન હોય તેવું વાહન ચાલકો પાસેથી જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.