- સમરોલી ગામે ભાજપનો નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ યોજાયો
- સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
- કાર્યકર્તાઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા
નવસારી: ચીખલી તાલુકાના સમરોલી ગામે આર્યા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજીત જિલ્લા ભાજપના નૂતન વર્ષના સ્નેહમિલન (Sneha Milan) સમારંભમાં જિલ્લા ભાજપના મોવડીઓ વચ્ચે ચાલતો આંતરિક વિવાદ હસતા મોઢે જોવા મળ્યો હતો. ખાસ કરીને નવસારી વિધાનસભા પર આગામી ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઈ કે જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ હશે, તેની ખેંચતાણ થવાની શક્યતાઓ દેખાઇ હતી. ખુદ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે (C R Patil) પણ એનો હળવાશમાં અણસારો આપ્યો હતો.
આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી
કોંગ્રેસ પણ હવે પેજ સમિતિની શક્તિ સમજી છે પણ કાર્યકર્તાઓનો અભાવ: પાટીલ
પાટીલે કાર્યકર્તાઓને પેજ સમિતિને વધુ સુદ્દઢ અને મજબૂત બનાવી, આગામી ગ્રામ પંચાયત અને વિધાનસભા ચૂંટણી માટે મંડી પાડવા હાંકલ કરી હતી. જેમાં કોંગ્રેસ પણ હવે પેજ સમિતિ (Page Committee) ની શક્તિ સમજી છે, પણ કાર્યકર્તાઓનો અભાવ હોવાનો ટોણો પણ પાટીલે માર્યો હતો. સાથે શિક્ષણમાં મોટા ફેરફાર કરવાની વાત સાથે પાટીલે વિવિધ યોજનાઓ કાર્યકર્તાઓ સમક્ષ મૂકી નવા વર્ષમાં કાર્યકર્તાઓની આશા- અપેક્ષાઓ સંતોષાય અને જીવન સુખમય રહે એવી શુભેચ્છા પણ પાઠવી હતી. સ્નેહ મિલન (Sneha Milan) ના ઉત્સાહમાં ભાજપી કાર્યકરો અને નેતાઓ કોરોના જાણે છે જ નહીં, એ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને મોઢે પહેરવાનું ચૂક્યા હતા અને સરકારની ગાઇડલાઇનનું પાલન ક્યાંય જોવા મળ્યું ન હતું.
આ પણ વાંચો: કુસ્તીબાજ નિશા દહિયાની હત્યા બાદ ખળભળાટ મચ્યો, નિશાએ કહ્યું- 'હું જીવિત છું'