ETV Bharat / state

નવસારીમાં પ્રદેશ ભાજપના સફાઈ કામદાર સેલના નવા સંયોજકની નિમણૂક, જિલ્લામાં હવે નવી ટેક્નોલોજીથી ડ્રેનેજની સફાઈ થશે - નવસારી નગરપાલિકા

નવસારીમાં પણ હવે ડ્રેનેજની સફાઈ કરવા માટે આધુનિક ટેક્નોલોજીના મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં જ નવસારીમાં સફાઈ કામદાર નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ અને નવસારીના સુરેશ મકવાણાની પ્રદેશ ભાજપના સફાઈ કામદાર સેલના સંયોજક તરીકે નિયુક્તિ થઈ છે. આ સાથે જ તેમણે સફાઈ કામદારોના પ્રશ્નો અને તેમના ઉત્થાન માટે કામ કરવાની વાત કહી હતી.

નવસારીમાં પ્રદેશ ભાજપના સફાઈ કામદાર સેલના નવા સંયોજકની નિમણૂક, જિલ્લામાં હવે નવી ટેક્નોલોજીથી ડ્રેનેજની સફાઈ થશે

author img

By

Published : Jul 10, 2021, 9:47 AM IST

  • નાના શહેરોમાં પણ ડ્રેનેજ સફાઈ (Drainage cleaning)માં આધુનિક ટેક્નોલોજીના મશીનોનો (Machines of modern technology) ઉપયોગ કરાશે
  • ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે ભવિષ્યમાં રોબોટિક ટેક્નોલોજી (Robotic technology)ના ઉપયોગમાં લાવવાનો વિચાર
  • સુરેશ મકવાણા સફાઈ કામદાર નિગમમાં (Sweepers Corporation) અગાઉ રહી ચૂક્યા છે ઉપાધ્યક્ષ

નવસારીઃ સફાઈ કામદાર નિગમ (Sweepers Corporation)ના પૂર્વ ઉપાધ્યક્ષ અને નવસારીના સુરેશ મકવાણાની પ્રદેશ ભાજપના સફાઈ કામદાર સેલના સંયોજક (Sweeper cell coordinator) તરીકે નિયુક્તિ થઈ છે. ત્યારે હવે સફાઈ કામદારોના પ્રશ્નો અને તેમના ઉત્થાન માટે કામ કરાશે. સુરેશ મકવાણાએ મોટા શહેરોની જેમ જ નાના શહેરો અને કસ્બાઓમાં પણ ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે આધુનિક મશીનારીનો ઉપયોગ થાય અને કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો સાથે કામ કરવાની વાત કહી હતી.

ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે ભવિષ્યમાં રોબોટિક ટેક્નોલોજી (Robotic technology)ના ઉપયોગમાં લાવવાનો વિચાર

આ પણ વાંચો-
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સભ્ય અંજના પવારની ઉપસ્થિતિમાં Meeting, સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષની ચર્ચા

નવસારીના સફાઈ કામદારો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નોને જાણ્યા

શહેરોમાં થતી ગંદકીને સાફ કરવા સફાઈ કામદારો ખૂબ મહેનત કરે છે. ડ્રેનેજની સફાઈ સૌથી મુશ્કેલ અને જીવનું જોખમ પણ હોય છે ત્યારે મોટા શહેરોની જેમ જ નાના શહેરોમાં પણ સફાઈ કામદારોની સ્થિતિ સુધારવા અને એમની મહેનત ઘટાડવા માટેના પ્રયાસો થવા સાથે નિયમો પણ બન્યા છે, પરંતુ હવે શહેરોની જેમ જ નાના શહેરો, ટાઉન કે કસ્બાઓમાં પણ ડ્રેનેજની સફાઈ માટે અત્યાધુનિક મશીનનો જ ઉપયોગ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે.

નાના શહેરોમાં પણ ડ્રેનેજ સફાઈ (Drainage cleaning)માં આધુનિક ટેક્નોલોજીના મશીનોનો (Machines of modern technology) ઉપયોગ કરાશે

સફાઈ કામદાર સેલના સંયોજકે (Sweeper cell coordinator) સફાઈ કામદારો સાથે મુલાકાત કરી

સફાઈ કામદાર નિગમ (Sweepers Corporation)ના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલમાં જ પ્રદેશ ભાજપમાં સફાઈ કામદાર સેલના સંયોજક (Sweeper cell coordinator) નિયુક્ત થયેલા નવસારીના જ સુરેશ મકવાણાએ નવસારીના સફાઈ કામદારો સાથે મુલાકાત કરી હતી, જેમાં કામદારોએ સુરેશ મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ વર્ષોથી નવસારી નગરપાલિકામાં કામદારોને કાયમી કરવાના અટકેલા પ્રશ્નનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો- Scavengers Death: સેલવાસમાં Gutter cleaning દરમિયાન ગૂંગળાઈ જવાથી 3 કામદારોના મોત

સફાઈ કામદારોના ઉત્થાન સાથે સંગઠનને મજબૂત કરવાનું લક્ષ્ય

સુરેશ મકવાણાએ સફાઈ કામદારોની મુશ્કેલીઓ તેમજ પ્રશ્નો જાણ્યા હતા. જ્યારે કામદારોને પાલિકામાં કાયમી કરવાની માગ તેમના ધ્યાને હોવાનું અને એના માટે પાલિકામાં યોગ્ય રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ તેમણે કામદારોના ઉત્થાન માટે કરેલા પ્રયાસોની વાત કરી, આવનારા ભવિષ્યમાં ડ્રેનેજ સફાઈ માટે રોબોટિક ટેક્નોલોજીનો (Robotic technology) ઉપયોગ થાય એવા પ્રયાસો કરી, સફાઈ કામદારોને મદદરૂપ થવા સાથે સંગઠનાત્મક કામને વેગ આપવાની તૈયારી દર્શાવી હતી.

મંગુભાઈને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા બાદ જિલ્લાને મળ્યા ત્રણ સંયોજક

નવસારીના પૂર્વ ધારાસભ્ય મંગુભાઈને મધ્યપ્રદેશના રાજ્યપાલની જવાબદારી મળ્યા બાદ નવસારીને પ્રદેશ ભાજપમાં નવા ત્રણ પદો મળ્યા છે, જેમાં સફાઈ કામદાર સેલના સંયોજક તરીકે સુરેશ મકવાણા, મેડીકલ સેલના સંયોજક પદે શિરીષ ભટ્ટ અને અન્ય ભાષા ભાષી સેલના સંયોજક પદે આસુસિંગ લવાનાની નિયુક્તિ થતા જિલ્લા ભાજપમાં ખુશી જોવા મળી છે.

  • નાના શહેરોમાં પણ ડ્રેનેજ સફાઈ (Drainage cleaning)માં આધુનિક ટેક્નોલોજીના મશીનોનો (Machines of modern technology) ઉપયોગ કરાશે
  • ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે ભવિષ્યમાં રોબોટિક ટેક્નોલોજી (Robotic technology)ના ઉપયોગમાં લાવવાનો વિચાર
  • સુરેશ મકવાણા સફાઈ કામદાર નિગમમાં (Sweepers Corporation) અગાઉ રહી ચૂક્યા છે ઉપાધ્યક્ષ

નવસારીઃ સફાઈ કામદાર નિગમ (Sweepers Corporation)ના પૂર્વ ઉપાધ્યક્ષ અને નવસારીના સુરેશ મકવાણાની પ્રદેશ ભાજપના સફાઈ કામદાર સેલના સંયોજક (Sweeper cell coordinator) તરીકે નિયુક્તિ થઈ છે. ત્યારે હવે સફાઈ કામદારોના પ્રશ્નો અને તેમના ઉત્થાન માટે કામ કરાશે. સુરેશ મકવાણાએ મોટા શહેરોની જેમ જ નાના શહેરો અને કસ્બાઓમાં પણ ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે આધુનિક મશીનારીનો ઉપયોગ થાય અને કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો સાથે કામ કરવાની વાત કહી હતી.

ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે ભવિષ્યમાં રોબોટિક ટેક્નોલોજી (Robotic technology)ના ઉપયોગમાં લાવવાનો વિચાર
ડ્રેનેજ સફાઈ (Drainage cleaning) માટે ભવિષ્યમાં રોબોટિક ટેક્નોલોજી (Robotic technology)ના ઉપયોગમાં લાવવાનો વિચાર
આ પણ વાંચો- રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સભ્ય અંજના પવારની ઉપસ્થિતિમાં Meeting, સફાઈ કર્મચારીઓના ઉત્કર્ષની ચર્ચા

નવસારીના સફાઈ કામદારો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નોને જાણ્યા

શહેરોમાં થતી ગંદકીને સાફ કરવા સફાઈ કામદારો ખૂબ મહેનત કરે છે. ડ્રેનેજની સફાઈ સૌથી મુશ્કેલ અને જીવનું જોખમ પણ હોય છે ત્યારે મોટા શહેરોની જેમ જ નાના શહેરોમાં પણ સફાઈ કામદારોની સ્થિતિ સુધારવા અને એમની મહેનત ઘટાડવા માટેના પ્રયાસો થવા સાથે નિયમો પણ બન્યા છે, પરંતુ હવે શહેરોની જેમ જ નાના શહેરો, ટાઉન કે કસ્બાઓમાં પણ ડ્રેનેજની સફાઈ માટે અત્યાધુનિક મશીનનો જ ઉપયોગ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે.

નાના શહેરોમાં પણ ડ્રેનેજ સફાઈ (Drainage cleaning)માં આધુનિક ટેક્નોલોજીના મશીનોનો (Machines of modern technology) ઉપયોગ કરાશે

સફાઈ કામદાર સેલના સંયોજકે (Sweeper cell coordinator) સફાઈ કામદારો સાથે મુલાકાત કરી

સફાઈ કામદાર નિગમ (Sweepers Corporation)ના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલમાં જ પ્રદેશ ભાજપમાં સફાઈ કામદાર સેલના સંયોજક (Sweeper cell coordinator) નિયુક્ત થયેલા નવસારીના જ સુરેશ મકવાણાએ નવસારીના સફાઈ કામદારો સાથે મુલાકાત કરી હતી, જેમાં કામદારોએ સુરેશ મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ વર્ષોથી નવસારી નગરપાલિકામાં કામદારોને કાયમી કરવાના અટકેલા પ્રશ્નનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી.
આ પણ વાંચો- Scavengers Death: સેલવાસમાં Gutter cleaning દરમિયાન ગૂંગળાઈ જવાથી 3 કામદારોના મોત

સફાઈ કામદારોના ઉત્થાન સાથે સંગઠનને મજબૂત કરવાનું લક્ષ્ય

સુરેશ મકવાણાએ સફાઈ કામદારોની મુશ્કેલીઓ તેમજ પ્રશ્નો જાણ્યા હતા. જ્યારે કામદારોને પાલિકામાં કાયમી કરવાની માગ તેમના ધ્યાને હોવાનું અને એના માટે પાલિકામાં યોગ્ય રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ તેમણે કામદારોના ઉત્થાન માટે કરેલા પ્રયાસોની વાત કરી, આવનારા ભવિષ્યમાં ડ્રેનેજ સફાઈ માટે રોબોટિક ટેક્નોલોજીનો (Robotic technology) ઉપયોગ થાય એવા પ્રયાસો કરી, સફાઈ કામદારોને મદદરૂપ થવા સાથે સંગઠનાત્મક કામને વેગ આપવાની તૈયારી દર્શાવી હતી.

મંગુભાઈને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા બાદ જિલ્લાને મળ્યા ત્રણ સંયોજક

નવસારીના પૂર્વ ધારાસભ્ય મંગુભાઈને મધ્યપ્રદેશના રાજ્યપાલની જવાબદારી મળ્યા બાદ નવસારીને પ્રદેશ ભાજપમાં નવા ત્રણ પદો મળ્યા છે, જેમાં સફાઈ કામદાર સેલના સંયોજક તરીકે સુરેશ મકવાણા, મેડીકલ સેલના સંયોજક પદે શિરીષ ભટ્ટ અને અન્ય ભાષા ભાષી સેલના સંયોજક પદે આસુસિંગ લવાનાની નિયુક્તિ થતા જિલ્લા ભાજપમાં ખુશી જોવા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.