ETV Bharat / state

નવસારીઃ બેફામ ઝડપે દોડાવતા ટેમ્પો ચાલકે વલસાડના યુવાનને કચડી નાખ્યો - નવસારીના તાજા સમાચાર

નેશનલ હાઈ-વે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. જેમાં વલસાડના યુવાનનું મોત થયું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

બેફામ ઝડપે દોડાવતા ટેમ્પો ચાલકે વલસાડના યુવાનને કચડી નાખ્યો

author img

By

Published : Dec 6, 2020, 9:17 PM IST

  • અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઇ થયો ફરાર
  • ચાની કિટલી પર ચા પીવા જતા કાર શો-રૂમના સેલ્સમેનને કાળ ભેટી ગયો
  • અકસ્માતની ઘટના શો-રૂમના CCTVમાં કેદ

નવસારી: નેશનલ હાઇ-વે નંબર 48 પર સિસોદ્રા ગામ નજીકના કારના શો-રૂમ બહાર નીકળી સર્વિસ રોડ પર ચાલતા-ચાલતા ઘરે જઇ રહેલા વલસાડના યુવાનને પાછળથી બેફામ ઝડપે આવેલા ટેમ્પોના ચાલકે અડફેટે લઇ કચડી નાખ્યો હતો. જેથી યુવાનને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતુ.

બેફામ ઝડપે દોડાવતા ટેમ્પો ચાલકે વલસાડના યુવાનને કચડી નાખ્યો

કાળમુખા ટેમ્પોની અડફેટે ચડેલા યુવાનનુ સારવાર દરમિયાન મોત

આગામી પળે આપણી સાથે શું થશે, એ કોઇ કળી શકતુ નથી. આવું જ કંઇ નવસારીના ગણેશ સિસોદ્રા ગામે ટોયોટા કારના શો-રૂમમાં નોકરી કરતા સેલ્સમેન તરલ શંકરભાઇ પટેલ (૩૩) સાથે થયું છે. વલસાડ જિલ્લાના પાલણ ગામે રહેતો તરલ શનિવારે સાંજે શો-રૂમ બહાર આવેલી ચાની લારી પર ચા પીવા નીકળ્યો હતો. તરલ નેશનલ હાઇ-વે નંબર 48ના સર્વિસ રોડની કિનારે ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક પાછળથી બેફામ બની હંકારતા ટેમ્પોના ચાલકે તરલને અડફેટે લીધો હતો. ત્યારબાદ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. આ ઘટનાને પગલે શો-રૂમ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત તરલને નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તરલનું કરૂણ મોત નીપજ્યું હતું.

ETV BHARAT
મૃતક

CCTV ફૂટેજને આધારે ગ્રામ્ય પોલીસે ટેમ્પો ચાલકને પકડવા ચક્રો કર્યા ગતિમાન

સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી તરલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી CCTV ફૂટેજના આધેરે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.