- જિલ્લા પંચાયતની 30 બેઠકો પર કુલ 73 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
- જિલ્લાની 6 તાલુકા પંચાયતોની કુલ 132 બેઠકો પર 295 ઉમેદવારો વચ્ચે જંગ
- 30 બેઠકો માંટે 899 મતદાન મથકોમાં 2064 EVM ફાળવાયા
નવસારી: 28 ફેબ્રુઅરીએ યોજાનારી નવસારી જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્રએ પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 132 બેઠકો માટે કુલ 7.77 લાખ મતદારો કોરોના ગાઇડલાઇન સાથે જિલ્લાના 899 મતદાન મથકો પર 2064 EVMમાં ઉમેદવારોનું ભવિષ્ય સીલ કરશે.
જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કુલ 5,394 પોલીંગ સ્ટાફની નિયુક્તિ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 28 ફેબ્રુઆરીએ સત્તાનો સંગ્રામ ખેલાશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો મળી કુલ 73 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જયારે ઉમેદવારોમાંથી કોને પંચાયત સભ્ય બનાવાવો, એ જિલ્લાના 3,87,718 પુરૂષ, 3,89,347 મહિલા અને 9 અન્ય મતદારો મળીને કુલ 7,77,074 મતદારો 899 મતદાન મથકો પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નક્કી કરશે.
19 મથકોને સંવેદનશીલ જાહેર
જિલ્લા ચૂંટણી19 મથકોને સંવેદનશીલ જાહેર તંત્ર દ્વારા તમામ 899 મતદાન મથકોમાંથી 119 મથકોને સંવેદનશીલ જાહેર કર્યા છે. જયારે મતદાન મથકોમાં 5,394 પોલીંગ સ્ટાફ સાથે BU 1032 અને CU 1032 મળી કુલ 2064 EVMને ફાળવવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ હેતુથી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારી, પોલીસ જવાનો, હોમ ગાર્ડસ અને GRD જવાનો મળી કુલ 1,798 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
નવસારી જિલ્લા પંચાયત ચુંટણીની આંકડાકિય માહિતી
જિલ્લા પંચાયતની બેઠકો | 30 |
પુરૂષ | 3,87,718 |
મહિલા | 3,89,347 |
અન્ય | 09 |
કુલ | 7,77,074 |
મતદાન | 899 |
સંવેદનશીલ | 119 |
જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં 7.77 લાખ મતદારો 295 ઉમેદવારો માટે કરશે મતદાન
જિલ્લાની 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં નવસારીની 16, જલાલપોરની 20, ગણદેવીની 24, ચીખલીની 28, ખેરગામની 16 અને વાંસદાની 28 બેઠકો મળી કુલ 132 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, BTP અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ 295 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલી રહ્યા છે. જેમાં 6 તાલુકા પંચાયતોમાં કુલ 7.77 લાખ મતદારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો ચીખલી તાલુકા પંચાયતમાં 2,00,815 મતદારો અને સૌથી ઓછા મતદારો ખેરગામ તાલુકા પંચાયતમાં ૫૨૧૫૨ મતદારો નોંધાયા છે. જેઓ આગામી 28 ફેબ્રુઆરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાવી તાલુકા પંચાયત સભ્યને ચુંટશે.
નવસારી તાલુકા પંચાયત ચુંટણીની આંકડાકિય માહિતી
તાલુકા પંચાયત | કુલ બેઠકો | મપુરૂષ તદારો | મહિલા મતદારો | અન્ય મતદારો | કુલ મતદારો | મતદાન મથકો | સંવેદનશીલ મતદાન મથકો |
નવસારી | 16 | 36,868 | 37,321 | 03 | 74,192 | 92 | 13 |
જલાલપોર | 20 | 60,364 | 60,009 | 04 | 1,20,377 | 139 | 21 |
ગણદેવી | 24 | 74,572 | 73,138 | 02 | 1,47,712 | 174 | 14 |
ચીખલી | 28 | 1,00,481 | 1,00,334 | 00 | 2,00,815 | 221 | 18 |
ખેરગામ | 16 | 25,877 | 26,275 | 00 | 52,152 | 64 | 14 |
વાંસદા | 28 | 89,556 | 92,270 | 00 | 1,81,826 | 209 | 39 |
કુલ | 132 | 3,87,718 | 3,89,347 | 09 | 7,77,074 | 899 | 119 |