રાજ મોદી એ મૂળ ગુજરાતના રાજપીપળાના છે. વર્ષો પહેલા ધંધો રોજગાર કરવા ઝિમ્બાબ્વે ગયેલા રાજ મોદી ત્યાં જ સ્થાઈ થઈ ઝિમ્બાબ્વેનું નાગરીત્વ પણ મેળવ્યું છે. તેઓ હાલ ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન છે. જેથી તેમના માથે ઇકોનોમિક ગ્રોથની મોટી જવાબદારી છે. બીજે રાકાણકારો શોધવા કરતા તેમણે પહેલા પોતાના વતનમાં આવી, પોતે ગુજરાતી હોય પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળી ઇન્વેસ્ટરોને ઝિમ્બાબ્વે મોકલવા માટે આમંત્રણ આપ્યું છે.
તેમની સાથે ઝિમ્બાબ્વેના એમ્બેસેડર પણ સાથે છે. જેઓ વડા પ્રધાનને પણ મળવાના છે. તેમનું કહેવું છે કે, હું ગુજરાતી પ્રધાન ઝિમ્બાબ્વેની સરકારમાં બેઠો છું, ત્યારે ઉદ્યોગપતિઓ ત્યાં આવે, તેમની જરૂરી તમામ મદદ કરી શકું તેમ છું. ઝિમ્બાબ્વેમાં કરવામાં આવતી લીગલ કાર્યવાહી હું ઝડપથી હલ કરી શકું. ઝિમ્બાબ્વે દેશ ખુબ જ સારો અને શાંતિપ્રિય છે, એટલે ત્યાં ધંધો કરવાની પણ મઝા આવશે.