જેમાં હકીકત એવી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુ બાજુમાં જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે. ત્યારે 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વ્યુઇંગ ગેલેરીમાં વાછટને કારણે પાણી અંદરના ભાગે પડે છે. જેનાથી વ્યુઇંગ ગેલેરીમાં વધુ માત્રામાં પાણી ભરાય છે. આ સ્ટેચ્યુ બનાવનાર એલ.એન.ટી કંપની કદાચએ ભૂલી ગઈ કે આ ગેલેરીના વાછટનું પાણીનો નિકાલ ક્યાં કરવો પણ પરિસ્થિતિ એવી ઉભી થઇ કે વરસાદનું પાણી વ્યુઇંગ ગેલેરીમાં વધતું ગયું અને પાણી નીચે ગેલેરી સુધી ટપકવા લાગ્યું.
જો કે, પ્રવાસીઓ માટે બનાવેલ મુખ્ય ગેલેરીમાં સંપૂર્ણ AC હોય જો ઉપરથી ટપકતા પાણીને લઈને કોઈ મોટી દુર્ઘટના બની તો કોણ જવાબદાર માટે આ પાણીનો નિકાલ માટે જરૂર કોઈ ચોકકસ નિકાલ કરવો રહ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, 157 મીટર ઉંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાની આગળ અને પાછળ બંને બાજુ ખુલી છે. જો બંને બાજુએથી પાણી ભરાતા સ્ટેચ્યુના અંદરનો ભાગ ડેમેજ કરે એ વાત ચોક્કસ છે. પરંતુ જો બહારના ભાગે હવા પાણી અને મૌસમની તકેદારી રાખી હોય તો અંદરના ભાગેથી આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા રક્ષણ વગર કેમ રહી એ પણ જાણવું જરૂરી છે.