નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપલાના કાળિયાભુત વિસ્તાર 24 કલાક અવર જવર વાળો મુખ્ય માર્ગ હોવા છતાં આ તસ્કરોએ આ ચોરી એક રાતમાં ત્રણ શટલો તોડી ચોરી કરી હતી. આ તસ્કરો કોઇ લોખંડની પાઇપ જેવા સાધન દ્વારા શટર ઊંચુ કરી દુકાનોમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં પહેલી દુકાનમાંથી તેમને કઈ ન મળતા બીજી દુકાનમાંથી બે-ત્રણ હજારનું પરચુરણ લઇને અંતે બાજુની નવકાર ટ્રેડર્સને ખોલીને ચેકીંગ કરતા તેમને હાથ 1.20 લાખ રૂપિયા લાગ્યા હતા.

જેમાં વેપારી દીપિકા યોગેશ શાહની નવકાર ટ્રેડર્સમાંથી 1.20 જેટલી મોટી રકમની ચોરી કરી હતી. ત્યારે સવારે ચોરીના સમાચારથી દિપીકાબેનને ભારે આઘાત લાગ્યો હતો. તેમણે આ બાબતે પોલીસને જાણ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ તપાસ દરમિયાન નવકાર ટ્રેડર્સના મલિક યોગેશ શાહે દુકાનમાં અને દુકાન બહાર કેમેરા લગાવ્યા હતા. પણ કેમેરા નાઈટ વિઝન ન હોવાના કારણે ચોર કેમેરામાં પણ ઝડપાયા ન હતા. અર્થાત કેમેરા પણ શોભાના ગાંઠિયા સમાન બની રહી ગયા હતા.