રાજપીપલામાં જીન કમ્પાઉન્ડમાં કિરીટ પાદરિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર જીગ્નેશ દાદાએ પ્રથમ દીવસથી જ મોટી સંખ્યામાં હજાર ભક્તોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ કથાના બીજા દિવસે જ કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી હતી, અને ત્રીજા દિવસે તો ઉભા ના થવાય એટલો દુખાવો શરીરે થતો હતો જોકે તબીબી સારવાર બે ઇન્જેક્શન લઈને પણ કથાનું રસપાન કરાવ્યું હતું.
નૃહસિહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, નંદમહોત્સવ,રૂકમની વિવાહ સહિતના અવસરોને ભજવી કથામાં મોઝ લાવી દીધી હતી. તેના શરીરના દુખાવાને પણ ઠાકોરજીએ વ્યાસપીઠમાં બિરાજતા સારું કરી દીધું હોય એમ 4 કલાક કથા એક આસને બેસીને પણ થાકતા નહીં. જીગ્નેશ દાદાની આ કથામાં ભક્તોની સંખ્યા વધી જતાં આયોજક પાદરિયા પરિવારે પંડપ મોટો કરવો પડ્યો હતો.