રાજપીપળા સિવિલ હૉસ્પિટલમાં નવજાત શિશુની હાલત નાજૂક હોવાથી તેમને ICUમાં રખાયાં હતાં. ત્યારે શોર્ટસર્કિટના કારણે આગ લાગવાથી નવજાત શિશુઓના જીવ જોખમાયા હતા. જો કે, નાઈટ ડ્યુટી કરતાં મહિલા નર્સે પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોનો જીવ બચાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં રાજપીપળા નગરપાલિકા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમો અને વીજ કંપનીની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.