ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે - ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે

સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) કેવડિયા ખાતે બે દિવસ માટે રાષ્ટ્રીય એકતા દિવસ(National Unity Day)ની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને લોકાર્પણ આ દિવસે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ તબક્કે કાર્યક્રમને લઈને અલગ અગલ રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે

author img

By

Published : Oct 30, 2021, 3:16 PM IST

  • ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે
  • BSF, CISF, ITBP, CRPF અને ગુજરાત પોલીસ દ્વારા પરેડ
  • વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પણ રહેશ ઉપસ્થિત

કેવડીયા, નર્મદા : સરદાર પટેલની (Sardar Patel) જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના(Statue of Unity) સાન્નિધ્યમાં કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ બનાવવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂર્ણતાના આરે

એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ગુહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર BSF, CISF, ITBP, CRPF અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 બાદ જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે.

પરેડની અગલ અગલ તૈયારીઓ શરૂ

BSF, CISF અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે. આ ઉપરાંત ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે. સરદાર પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે, જે અંગે પરેડની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.