પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લામાંથી રોજની મોટી સંખ્યામાં રેતીની ટ્રકો પસાર થાય છે. RTO નર્મદા કામગીરી કરે છે, પણ ખાણ ખનીજ વિભાગે આ બાબતે કોઈ પગલા ન ભરતા રેતી માફિયાઓને છૂટો દોર મળી ગયો હતો.
નર્મદા જિલ્લો મહત્વનો હોવા છતાં કાયમી ખાણ ખનીજ અધિકારીઓ મુકાતા નથી અને ઇન્ચાર્જથી કામ ચલાવવામાં આવે છે. જેના કારણે અહીં ખનીજ વિભાગની યોગ્ય કામગીરી થતી નથી. તાજેતરમાં ખાણ ખનીજ વિભાગે 4 ઓવરલોડ ટ્રકોને ઝડપી 9.50નો દંડ ફટકાર્યો છે.