ETV Bharat / state

Narmada News: રાજ્યની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ, 200થી વધુ મહાનુભાવો હાજર રહેશે - Narmada Chintan Shibir

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આજથી ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. જે ત્રણ દિવસ સુધી ચાલશે. આ માટે સરકાર તરફથી મસમોટું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં આ શિબિર શરૂ થશે. જેમાં તેઓ પોતાનું સંબધોન કરશે.

Narmada News: રાજ્યની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ, 200થી વધુ મહાનુભવો હાજર રહેશે

author img

By

Published : May 19, 2023, 11:11 AM IST

Updated : May 19, 2023, 12:03 PM IST

નર્મદાઃ આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસિટી 2 ખાતે રાજ્ય સરકારની ત્રી-દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. રાજ્ય સરકારનું આખું પ્રધાન મંડળ, ઉચ્ચ અધિકારીઓ, સચીવ તથા જિલ્લાના કલેકટર,ડીડીઓ, મહાનગરના કમિશનરો અને ખાતાના વડાઓ સહિત 230 જેટલા મહાનુભાવો આ શિબિર માં જોડાશે.

આ વિષય પર ચર્ચાઃ ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આરોગ્ય અને પોષણ,શહેરીકરણ અને માળખાકીય વિકાસ,સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ અને તાલીમ અને ક્ષમતાનિર્માણ,શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસનો સમાવેશ કરાયો છે. આ કાર્યક્રમ અંગેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

ખાસ બેઠક યોજીઃ જિલ્લાના અધિકારીઓ એ એક મિટિંગ યોજી આજે જે શિબિર યોજવવાની છે. જે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે સમૂહ ચિંતન-મંથન કરીને ગુજરાતના વિકાસને વેગ આપવા શિક્ષણ, આરોગ્ય, પંચાયત, વહીવટી સેવાને લગતા વિષયો ઉપર મનોમંથન કરીને રાજ્યના વિકાસને વધુ વેગવાન બનાવવાના પગલાં લેવાશે.

10 મોટી શિબિરઃ આ ત્રણ દિવસ દરમિયાન કુલ 200થી વધારે પદાધિકારીઓ તથા સચીવો સતત ત્રણ દિવસથી દસ મોટી શિબિરમાં ભાગ લેશે. જેમાં દરેક દિવસે જુદા જુદા વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રથમ દિવસે શરૂઆત હસમુખ અઢિયા કરશે. જે મેનેજમેન્ટ પર પોતાનું સંબોધન કરશે.

પ્રેરક માર્ગદર્શન અપાશેઃ ઉમદા આશય સાથે ચિંતન-મનન કરશે અને વિવિધ ગૃપો દ્વારા વિષય નિષ્ણાંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપશે. ચર્ચા વિચારણના અંતે નિષ્કર્ષ-તારણો પ્રેઝન્ટેશન મારફત રજૂ કરાશે. ચિંતન શિબિરની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે અધિક નિવાસી કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, વિવિધ સમિતિઓના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત સ્ટેચ્યુ ઓફ ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

Crop Damage compensation: કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતરની જાહેરાત

Budget 2023 : ગુજરાત સરકારના બજેટમાં ચાર મહત્વના દસ્તાવેજો રજૂ ન કર્યાનો આક્ષેપ

સૌરાષ્ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તીર્થધામ બનશે: કનું દેસાઈ

Last Updated : May 19, 2023, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.