ETV Bharat / state

વરસાદ પાછો ખેંચાતા નર્મદાના ખેડૂતો પરેશાન, મદદ માટે સરકારને કરી વિનંતી

નર્મદા: જિલ્લામાં આમ તો 90 ટકા જેટલી ખેતી થાય છે, તેમાં 60 ટકા વિસ્તારમાં બિનપીયત ખેતી છે. ત્યારે આ વખતે વરસાદનું પ્રમાણ ઓછું રહેતાં સ્થાનિકોને ભારે હાલાંકીનો વેઠવી પડે છે. મોટરથી પાણી ખેંચીને ખેતરોમાં પાણી પહોંચાડવું પડતું હોવાથી ખેડૂતોને આર્થિક બોજા હેઠળ ખેતી કરવી પડે છે. એટલે ખેડૂતો તંત્રને મદદ કરવાની ગુહાર લગાવી રહ્યાં છે.

author img

By

Published : Jul 19, 2019, 5:06 AM IST

Updated : Jul 19, 2019, 6:14 AM IST

વરસાદ ઓછો રહેતાં નર્મદાના ખેડૂતો પરેશાન, મદદ માટે સરકારને કરી વિનંતી

તો ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેતાં જિલ્લાના ખેડૂતોએ 32,785 હેક્ટર જમીનની વાવણી કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ ન આવતાં ખેડૂતો ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, આ જિલ્લામાં 60 ટકા વિસ્તારમાં બિનપીયત ખેતી થાય છે. જેમાં પાણીની વધુ જરૂરિયાત રહે છે. પણ આ વખતે વરસાદ ઓછો રહેતાં ખેડૂતોને કૂવા અને બોરમાંથી મોટર દ્વારા પાણી ખેંચીને ખેતરમાં પહોંચાડવું પડે છે. જેની માટે તેમને હેક્ટર દીઠ પૈસા ચૂકવવા પડે છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

વરસાદ પાછો ખેંચાતા નર્મદાના ખેડૂતો પરેશાન, મદદ માટે સરકારને કરી વિનંતી

જિલ્લામાં 62,785 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ગયું છે. જેમાં ખાસ કરીને નાંદોદ મકયા 11,384 હેક્ટર, તિલકવાડામાં 10392 હેક્ટર, ડેડીયાપાડામાં 17,242, ગરુડેશ્વર માં 13320 હેક્ટર જમીનોમાં વાવેતર કરાયું છે. વિવિધ પાકોમાં કપાસ 35,868 હેકટરમા, ડાંગર 5,497 હેકટરમા, તુવેર 11,091 હેક્ટરમાં, મકાઇ 2,826 હેકટરમાં, જુવાર 2312 હેક્ટરમાં, બાજરી 65 હેક્ટરમાં, સોયાબીન 1184 હેક્ટરમાં શાકભાજી 1,507 હેક્ટરમાં, ઘાસચારો 1507 હેક્ટરમાં મગ, મઠ, અળદ સહિતના અન્ય કઠોળ 700 હેક્ટરમાં વાવેતર જિલ્લામાં કરવામાં આવ્યું છે. જેના અંકુરો ફૂટી પણ ગયા છે. ત્યારે, મુશ્કેલી છેલ્લા અઠવાડિયાથી વરસાદ ન પડવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ ઉપરાંત પાણીની અછતના કારણે ઉભા પાકમાં ભુછરા નામની જીવાતો પડતા કેર કે શેરડી અને દિવેલાના છોડને ખાઈ જતા છોડનો વિકાસ અટકી ગયો છે. આમ, પાકની વાવણી કરાયાં બાદ યોગ્ય પ્રમાણમાં પાણી ન મળતાં પાકનું નુકસાન થઇ રહ્યું છે. એટલે ખેડૂતોએ આર્થિક સહાય માટે સરકાર પાસે મદદ માગી રહ્યાં છે.

Intro:મેઘરાજા પણ રિસાયા હોઈ તેમ છેલ્લા 8 દિવસ થી ન પડતા ખેડૂતો ચિંતા માં મુકાયા છે Body:બીજી તરફ ખેતરમાં ભુછરા નામની જીવાત પડતા ખેતી નીસ્ફર જવાની ભીતિ થી ખેડૂત ચિંતામાં મુકાયા છે।Conclusion:નર્મદા જીલ્લામા ખાસ કોઇ મોટા ઉધોગોકે રોજગારીના સાઘન નથી એટલે જીલ્લાના 90 ટકા લોકો ખેતી પર ર્નિભર છે, જીલ્લાના 90 ટકા વિસ્તારમા ખેતી થાય છે તેમા પણ 60 ટકા વિસ્તાર મા બીનપીયત એટલે કે ચોમાસુ આધારીત ખેતી થાય છે, છેલ્લા ચાર પાંચ દિવસ થી મરઘરાજા એ વિરામ લીધો છે, જેથી જગત નો તાત ચિંતિત બન્યો છે. શરૂઆતના ચોમાસામાં જે નબળો વરસાદ પડ્યો જેમાં જિલ્લાના ખેડૂતોએ 32785 હેક્ટર જમીન ની વાવણી કરી દીધી છે. વાવણી કરતા અંકુરો પણ ફૂટી ગયા છે.ત્યારે હવે આ ઉગીનીકળેલા પાકને જોઈએ ખડૂત જીવ બારી રહ્યો છે. કે જો હજુ જમીનમાં ભેજ છે એટલે સારું છે બાકી હજુ પાંચ દિવસ વરસાદ ના પડ્યો તો આ તમામ પાક નિષ્ફળ જશે, મોંઘા બિયારણો માથે પડશે અને સીઝન મોડી થશે એ અલગ જેથી જગતનો તાત આજે ચિંતા માં ગરકી ગયો છે હવે ખેડૂત ભગવાન પાસે સારા વરસાદ ની પ્રાથના કરી રહ્યો છે

બાઈટ -01 દિનેશ પટેલ (ખેડૂત )

વીઓ -02
નર્મદા જીલ્લાની વાત કરીએ તો અહીંયા 1.25 લાખ હેક્ટર જમીન માં વાવણી થાય છે જેમાં 60 ટાકા ખેતી બીન પિયત છે જે વરસાદ આધારિત છે પિયત ખેતીને તો વાંધો નથી પણ બીન પિયત ખેતી કરતા ખેડૂતો માટે હાલ ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે કેમકે તેમના માથેથી પાણી ભરેલા વાદળો હટી ગયા છે. જિલ્લામા 62785 હેક્ટર જમીનમાં વાવેતર થઇ ગયું છે. જેમાં ખાસ કરીને નાંદોદ મકયા 11384 હેક્ટર, તિલકવાડા માં 10392 હેક્ટર, ડેડીયાપાડા માં 17,242, ગરુડેશ્વર માં 13320 હેક્ટર જમીનો માં વાવેતર થઇ ચૂક્યું છે.જિલ્લામાં વિવિધ પાકોની વાવણી થઇ ગઈ છે જેમાં કપાસ 35,868 હેકટરમા, ડાંગર 5,497 હેકટરમા, તુવેર 11,091 હેક્ટર માં, મકાઇ 2,826 હેકટર માં, જુવાર 2312 હેક્ટર માં. બાજરી 65 હેક્ટરમાં, સોયાબીન 1184 હેક્ટર માં શાકભાજી 1507 હેક્ટર માં, ઘાસચારો 1507 હેક્ટરમાં મગ, મઠ, અળદ સહિતના અન્ય કઠોળ 700 હેક્ટરમાં વાવેતર જિલ્લામાં થઇ ગયું છે અને અંકુરો ફૂટી પણ ગયા છે ત્યારે મુશ્કેલી એ છે કે આ બે ત્રણ દિવસ માં વરસાદ પડાવો જોઈએ નહીતો તમામ આ વાવેતર ફેલ થઇ શકે છે.
બાઈટ -03 pradip પટેલ (ખેડૂત )

વીઓ -03
નર્મદા જિલ્લા માં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોઈ એમ હાલ છે પરંતુ પિયત ખેતી કરતા ખેડૂતો ની મુશ્કેલી પણ વધી છે આજે ખેતરો માં ઉભાપાક ને ભુછરા નામની જીવાતો પડતા કેર કે શેરડી અને દિવેલાના છોડને ખાઈ જતા છોડ નો વિકાસ અટકી ગયો છે ખેડૂતો ના કહેવા મુજબ આ જીવાત ની કોઈ દવા પણ ન મળતી હોવાથી એને અટકાવી શકાઈ તેમ નથી અને જો આ જીવાત નહીં અટકે તો ખેડૂતોના ઉભા પાક ને વધુ નુકશાન થઇ શકે તેમ છે
શું છે ભુછરા નામની જીવાત
તો આ જીવાત એક પીળા અંગ ની કાંટા વાળી જીવાત છે
આ જીવાત છોડના પાન ને ખાઈ જતા છોડનો વિકાસ અટકી જાય છે
અને જો માણસ ને કરડે તો આખા શરીર માં ખન્જવાર આવે છે
જેનું આયુસ્ય 3 થી 4 મહિનાનું હોઈ છે

આજે જગતનો તાત પોતાના પાક ને બચાવવા ભગવાન પાસે વરસાદ ની માગ કરી રહ્યો છે તો બીજી બાજુ સરકાર પણ નર્મદા ના ખેડૂતોને કેનાલનું પાણી પણ નહીં આપતા ખેડૂતો પણ રોષે ભરાયા છે જાયેંતો કહા જાયે જેવી પરિસ્થિતિ નર્મદા ના ખેડૂતો ની થઈ છે હવે ભગવાન પાસે જ આશા રાખીયે કે સારો વરસાદ વર્ષે અને ખેડૂતો ના પાક બચે
Last Updated : Jul 19, 2019, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.