નર્મદાઃ મગરમચ્છ એક એવુ ઠંડા લોહી વાળુ સરિસૃપ પ્રાણી છે. જેને ઠંડીમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ગરમી મેળવવા તડકામાં બહાર આવવું પડે છે. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર અને કરજણ બંધની કેનાલોના કારણે ઘણાં મગરમચ્છો જોવા મળે છે, જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લક્ષ્મણ કુંડના તળાવ નમ્બર-3માં મગરમચ્છ મોટી સંખ્યામાં જોવા મળે છે.
મગરમચ્છ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સવારે બેથી ત્રણ કલાક માટે નદીમાંથી બહાર આવતા જોવા મળે છે, ત્યાં પ્રવસીઓને તેની નજીક જવા પર પાબંધી રાખવામાં આવી છે.