રવાપર ગામમાં આવેલ નીતિનપાર્ક સોસાયટીમાં 03 એપાર્ટમેન્ટમાં 56 થી 60 ફ્લેટ ઉપરાંત ૩૫થી વધુ મકાનો આવેલા છે. આ સોસાયટીમાં પાણી આવતું ન હોય જેની અગાઉ રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. સોસાયટીની મહિલાઓનું ટોળું ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યું હતું અને રણચંડી બનેલી મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આગળ ભૂતિયા કનેકશનોને કારણે સોસાયટીને પાણી મળતું નથી.
પાણીચોરી કરવામાં આવતી હોય છે જે મામલે સરપંચને રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ દ્વારા ખોદકામ શરુ કરી લાઈનનું કામ શરુ કરાવી 4 થી 5 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાઈ હતી. જેથી આજે મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીમાં હોબાળો કર્યો હતો. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.