હળવદ પંથકમાં મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે થતા ચેડાંની વ્યાપક ફરિયાદો બાદ આખરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે આજે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડી.આર.નંઢા અને તેની ટીમ દ્વારા હળવદ પંથકમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી માતા બેવરેજીસ પ્લાન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પાણીના સેમ્પલ લઈને વડોદરા લેબમાં મોકલવામાં આવ્યા છે. હળવદ પંથકમાં Bis માન્ય મિનરલ વોટરની ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં Fassiના લાયસન્સ લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ આધિકારીક સુત્રોએ જણાવ્યું હતું.