વાંકાનેર: છેલ્લા દસ દિવસથી લોકોને ડહોળા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા સમયે લોકોને ડહોળુ પાણીથી કોઇ રોગ ચાળો ફાટે તો આરોગ્ય વિભાગને હજી એક મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આ અગે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું, કે મચ્છુ 1 ડેમ ખાતે માછલાં મરી જવાથી પાણી પીળું પડી ગયું છે.અને આથી આ પાણીને ફિલ્ટર ઉપરાંત કલોરીન યુક્ત બ્લીચીંગ કરી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને લેબોરેટરી તપાસ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.