મોરબી: વાંકાનેર તાલુકાની આંગણવાડીની બહેનો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે એકઠી થઈ હતી. જેમાં ગુજરાત સરકારના બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આંગણવાડી બહેનોને એક પણ લાભ ન મળતા તેમજ તેમની પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા વિરોઘ દર્શાવ્યો હતો.
બજેટની હોળી કરીને નીતિન પટેલ 'હાય હાય' અને 'હમ સબ એક હે'ના નારા લગાવીને વિરોધ કર્યો હતો. જો માગણીઓને સંતોષવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.