મોરબી : ભારતનો સૌથી મોટો ઉધોગ સીરામીક ઉદ્યોગ મોરબીમાં હોવા છતાં ભાજપ ઉદ્યોગકારોના પ્રશ્નોની ઘોર અવગણના કરે છે. સીરામીક સહિતના અન્ય ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાને બદલે વારંવાર ટેક્સ ચોરી, ગેસના ભાવ વધારા કરી અને ઉદ્યોગ ઝોનમાં માળખાકીય સુવિધા ન આપતા ઉદ્યોગોનું ભવિષ્ય અંધકારમય બની જાય તેવી સ્થિતિ છે. કોંગી નેતાએ મોરબીની હાલની દશા અંગે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. મોરબીના રોડ રસ્તા સહિતની તમામ અસુવિધાઓ મામલે ભાજપ સરકારને દોષ આપ્યો હતો.
- મોરબીની મુલાકતે હાર્દિક પટેલ પહોંચતા રાજકીય ગતિવિધિઓ બની તેજ
- વિકાસ અંગે કરી ચર્ચા
- જિલ્લામાં તમામ પર પહેલા પણ ભાજપનું શાસન હોવા છતા સુવિધાનો અભાવ હોવાનો કોંગી નેતાના આક્ષેપ
- ધારાસભ્યની ચૂંટણી મોરબીથી નહી લડી અને જણાવ્યું કે કોઇના હક્ક પર તરાપ મારવો તે સિદ્ધાંત નથી
હાર્દિક પેટલે ચૂંટણી લડવા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેઓ ધારાસભ્યની પેટા ચૂંટણી નહિ લડે અને કદાચ જો ચૂંટણી લડવાના હોત તો પણ મોરબીની સીટ પરથી ક્યારેય ચૂંટણી ન લડત. કારણ કે કોઈના હક્ક ઉપર તરાપ મારવો એ એમનો સિદ્ધાંત નથી. મોરબીના પ્રશ્નોને વાચા આપી શકે તો મજબૂત અને પ્રતિષ્ઠિત ઉમેદવાર જ ચૂંટણી લડશે અને મોરબી સીટ પર કોંગ્રેસ બહુમતીથી ચૂંટણી જીતશે તેવું તેમણે જણાવ્યું હતું. હળવદમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવાર ચૂંટણી જીતી ગયા એવું મોરબીમાં નહિ થાય. જોકે તેમણે મોરબી માળિયાના તમામ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને આગામી ચૂંટણી અંગે તેમના અભિપ્રાયની ચર્ચા વિચારણા કરી હતી.