મોરબી: કૃષિ બિલના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધના એલાનને વિવિધ ખેડૂત સંગઠનોનો ટેકો મળી રહ્યો છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના કમીશન એજન્ટ અને વેપારીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું જેથી શુક્રવારે માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું હતું.
આ ઉપરાંત જીલ્લા પંચાયત મોરબીના ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, તાલુકા પંચાયત પ્રમુખ ફાતુબેન શેરશીયા, વાંકાનેર યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા સહિતના અગ્રણીઓએ પણ આ બંધને ટેકો જાહેર કર્યો છે. વાંકાનેર શહેર અને તાલુકાના તમામ ધંધાર્થીઓ અને વેપારીઓને બંધમાં સમર્થન આપવા અપીલ કરી હતી પરંતુ બજાર ખુલ્લુ જોવા મળ્યુ હતું.