મોરબીના ઊંટબેટ ગામેથી દેશી બનાવટની બંદુક સાથે બે શખ્સ ઝડપાયા
- SOG અને તાલુકા પોલીસના અલગ-અલગ દરોડા
- દેશી બનાવટી જામગરી બંદુકની કિંમત રૂપિયા 1500
મોરબીઃ મોરબી તાલુકાના ઊંટબેટ (શામપર) ગામે SOG અને તાલુકા પોલીસે અલગ-અલગ દરોડા પાડીને દેશી બનાવટની બંદુક સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા DYSP રાધીકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના PSI આર.એ.જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ જુવાનસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે PSI ડી.વી.ડાંગર, ભાવેશભાઈ કાંટા, શક્તિસિંહ જાડેજા અને જયપાલસિંહ ઝાલા સહિતની ટીમે ઊંટબેટ(શામપર) ગામની સીમમાંથી આરોપી માનસંગ વેરસીભાઈ દેગામાં વાળાને ગેરકાયદેસર પરવાનગી વગર એક દેશી બનાવટની જામગરી બંદુક કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી SOG પીઆઈ જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ SOG ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભરતસિંહ ડાભી, કિશોરભાઈ મકવાણા, રમેશભાઈ રબારી, સતીશ ગરચર અને સંદીપભાઈ માવલા સહિતની ટીમે બાતમીને આધારે ઊંટબેટ (શામપર) ગામની સીમમાંથી આરોપી કાસમ મીરખાન રાઠોડને ઊંટબેટ મોરબી વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદુક કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી પાડીને આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.