મોરબીઃ જિલ્લાના લૂંટાવદર ગામમાં 2017માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેનો ભેદ LCBની ટીમે ઉકેલી લીધો છે. આ સાથે જ LCB પોલીસે ચોરીમાં છંડોવાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પૂછપરછ દરમિયાન અન્ય 1 આરોપીનું નામ બહાર આવવાથી પોલીસે તેની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7624068_a.jpg)
મોરબી તાલુકાના લૂંટાવદર ગામે 3 વર્ષ અગાઉ મંદિર, ઘર અને દુકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલ આરોપી હાલ ગામના ખરાવાડમાં ઝૂંપડા બનાવી રહેતા હોવાની બાતમીના આધારે LCBની ટીમે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કર્યા બાદ LCBની ટીમે પૂછપરછ કરી હતી. જેમાં અન્ય એક આરોપીનું નામ બહાર આવ્યું છે. જેથી તે આરોપીની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ધરપકડ કરેલા આોરોપીમાં બચું ડુંગરસિંગ, કેકડીયા ઉર્ફે રાજેશ ઉર્ફે રાજયો ભેરૂ કુતુ મેડા અને મનીષ ઉર્ફે મુનો વેસ્તા સામેલ છે. આ ઉપરાંત પોલીસે સુમરો તેરસિંગની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.