- મોરબીની ફાયનાન્સ કંપનીનો મેનેજર ત્રણ ગ્રાહકોના 8.10 લાખ ચાઉં કરી ગયો
- ટેરેટરી મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી
- 8.10 લાખની છેતરપીંડી કરી હોવાની નોંધાઈ ફરિયાદ
- બ્રાંચ મેનેજરે જ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ
મોરબીઃ મોરબીમાં આવેલા ફાયનાન્સ કંપનીના મેનેજરે ત્રણ ગ્રાહકો પાસેથી રૂપિયા 8.10 લાખની રકમ મેળવી તે કંપનીમાં ભરપાઈ કરી ના હતી અને 8.10 લાખની રોકડ રકમ કંપનીનો મેનેજર ચાઉં કરી ગયો હતો. જે મામલે મેનેજર વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
બ્રાંચ મેનેજરે જ છેતરપીંડી કરી હોવાની ફરિ
મોરબીના ગ્રીન ચોક નજીક રહેતા અને આઈઆઈએફએલ ફાયનાન્સ કંપનીના ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ મહેન્દ્રભાઈ મહેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ત્રાજપર ચોકડી પાસે આવેલા આઈઆઈએફએલ કંપનીની બ્રાંચમાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતો હાર્દિક લલીતભાઈ દવે 21 ઓક્ટોબરના રોજ બ્રાંચ ઓફીસ આવી હાજરી પૂરી તરત ઓફિસથી નીકળી ગયો હતો.
8.10 લાખની છેતરપીંડી કરી હોવાની નોંધાઈ ફરિયાદ
જે બાબતે ટેરેટરી મેનેજર દ્વારા બ્રાન્ચે જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગ્રાહક કાન્તીભાઈ દેવજીભાઈ જાકાસણીયા રહે ધરમપુર વાળાએ ફાયનાન્સ કંપનીમાંથી કુલ 6 લોન લીધી હોય જેના રૂપિયા 4,50,000 અન્ય ગ્રાહક જયેશભાઈ ચંદુભાઈ મકવાણા રહે હરિઓમ પાર્ક ઘૂટું વાળાએ 1 લોન લીધી હોય જેના 3, 50,000 અને રાજુભાઈ મૈયાભાઈ ગમારા રહે ત્રાજપર ચોકડી વાળાની 1 લોનના રૂપિયા 10 હજાર એમ ત્રણ ગ્રાહક પાસેથી કુલ 8,10,000 ની રકમ લીધી હોય જેમાં કંપનીના નિયમ મુજબ એક દિવસમાં 2 લાખથી વધારે ભરી શકાય નહિ. જેથી બ્રાંચ મેનેજર હાર્દિક દવેએ ગ્રાહકોને વિશ્વાસ આપ્યો કે લોનની રકમ તે બે-ત્રણ દિવસમાં કટકે કટકે ભરી આપશે. પરંતુ ત્રણેય ગ્રાહક પાસેથી લીધેલી રકમ કંપનીમાં જમા કરાવી ન હતી. જેના વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબી સીટી બી ડીવીઝન ચીટીંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.