- મોરબીમાં કોલસાની પેઢી દ્વારા કરોડોના ટેક્સની ચોરી
- કયોરી ઓરેમીન લિમિટેડ નામની કોલસાની પેઢીએ કરી ટેક્સ ચોરી
- ટેક્સ નહિ ભરતા ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
- ચાર શખ્સો સામે મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઇ ફરિયાદ
મોરબી : કોલસાનો વેપાર કરનાર પેઢી દ્વારા 130 કરોડથી વધુનો કોલસાનો વેપાર કર્યા છતાં સરકારને ભરવાનો થતો સીએસટી અને વેટ વેરો 7 વર્ષ સુધી ભર્યો નથી. કુલ રૂ 130 કરોડથી વધુનો ધુંબો મારી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઇ છે.
સીએસટી તથા વેટ વેરો નહિ ભરી સરકાર સાથે કરી ટેક્સ ચોરી
મોરબીમાં કોલસાની પેઢીનું સંચાલન કરનાર ચાર શખ્સો દ્વારા 130 કરોડથી વધુનો ટેક્ષ નહિ ભરી સરકાર સાથે છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી પુજાબેન ચંદુલાલ વશ્નાનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ ઇસુ વી એસ નારંગ રહે, ચંદુલાલ હરજીભાઈ પટેલ , રુદ્રરાજ શ્રીનિવાસ શાહ અને યુનુશ જીઆઉલા શેરીફ એમ ચાર શખ્સોએ વેટ કાયદાના તેમજ કેન્દ્રીય કાયદા હેઠળ નોંધણી કરાવી ક્યોરી ઓરેમીન લિમિટેડ નામની કોલસા પેઢી શરુ કરી હતી.
ટેક્સ નહિ ભરતા ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી કાર્યવાહી
આ ચાર શખ્સો કોલસાનો ખરીદ વેચાણનો વ્યવાસાય કરતા હતા. જેને વર્ષ 2009-10 થી વર્ષ 2016-17 સુધી કોલસાના ખરીદ વેચાણ છતાં સરકારને ભરવાનો થતો સીએસટી અને વેટ વેરો કુલ રૂ 1,30,38,78,984 નો સીએસટી અને વેટ સરકારમાં નહિ ભરીને વેરો ટાળવા માટે પ્રયત્ન કરી સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.