ETV Bharat / state

મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ - રાજ્યના મુખ્યપ્રધાન

મોરબીમાં કોરોના હાહાકારને પગલે રાજ્યના મુખ્યપ્રધાન સહિત રાજ્યના ઉચ્ચ હોદ્દેદારો અને અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને મોરબીમાં લેબ કાર્યરત કરવાની ખાતરી આપી હતી. મંગળવારે મોરબી સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવી છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ

author img

By

Published : Apr 13, 2021, 3:36 PM IST

  • મોરબીમાં પ્રતિદિન 70થી 80 ટેસ્ટ કરી શકાશે
  • સપ્તાહમાં અપગ્રેડ કરી ક્ષમતા વધારવાનું લક્ષ્ય
  • રેમડેસીવીર ઈન્જેકશન માટે વ્યવસ્થા માટે પ્રયાસ કરાશે

આ પણ વાંચોઃ જામનગરની સુભાષ શાક માર્કેટના 250 જેટલા વેપારીઓના કોરોના ટેસ્ટ કરાયા

મોરબીઃ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના RT-PCR ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના જિલ્લા કલેક્ટર જે. બી. પટેલે જણાવ્યું હતું કે, ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવી છે અને હાલ મોરબી સિવિલમાં દાખલ દર્દીને પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રતિદિન 70થી 80 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે તો સપ્તાહમાં વ્યાપ પણ વધારવામાં આવશે. આ સાથે અન્ય વિસ્તારને પણ આવરી લેવાશે. આ ઉપરાંત કલેક્ટરે નાગરિકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર સાબુથી અને સેનિટાઈઝરથી હાથ ધોવાની અપીલ કરી હતી.

મોરબીમાં પ્રતિદિન 70થી 80 ટેસ્ટ કરી શકાશે

આ પણ વાંચોઃ મહેસાણામાં સિવિક સેન્ટર પર કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયું

સિવિલમાં વધુ 80 બેડની સુવિધા કરાશે

સિવિલ હોસ્પિટલમાં બેડ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, સિવિલના 100 ઓક્સિજન બેડ અત્યારે ફૂલ છે તેમજ 80 બેડ વધારવામાં આવ્યા છે. આમાં 40 બેડ કાર્યરત કર્યા છે. જયારે બાકીના 40 બેડ 2 દિવસમાં કાર્યરત થઈ જશે તો રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્વત્ર છે છતાં મોરબીના દર્દીઓની જરૂરિયાત પૂરતા મળી રહે તેવી વ્યવસ્થા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.