ETV Bharat / state

સરકારની 5 વર્ષની ઉજવણી: જ્ઞાન શક્તિ દિવસમાં સૌરભ પટેલ રહ્યા હાજર - Celebrating 5 years of government

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવા પર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે આ કાર્યક્રમમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ચેક અને ટેબલેટ વિતરણ કરાયા હતા.

જ્ઞાન શક્તિ દિવસમાં સૌરભ પટેલ રહ્યા હાજર

author img

By

Published : Aug 1, 2021, 4:24 PM IST

  • સૌરભ પટેલે સરકારના કામોની વિકાસગાથા વર્ણવી
  • મોરબીમાં વિકાસની પ્રસંશા કરી
  • સિરામિક માટે વીજળીની વ્યવસ્થા કરી

મોરબી: રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અનુસંધાને મોરબી માર્કેટિંગ યાર્ડમાં સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધાર્થીઓને ચેક અને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

જ્ઞાન શક્તિ દિવસમાં સૌરભ પટેલ રહ્યા હાજર

આ પણ વાંચો- સરકારની 5 વર્ષની ઉજવણી: 9 દિવસનો કાર્યક્રમ કરાયો જાહેર

સૌરભભાઈ પટેલે રાજ્ય સરકારના વિકાસની ગાથા રજૂ કરી હતી

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી જિલ્લાના પ્રભારી પ્રધાન સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીમાં સૌરભભાઈ પટેલે રાજ્ય સરકારના વિકાસની ગાથા રજૂ કરી હતી.

સૌરભભાઈ પટેલે મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસની ભરપુર પ્રશંસા કરી

સૌરભભાઈ પટેલે મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસની ભરપુર પ્રશંસા કરી હતી, તો મોરબીમાં નવી ફેકટરીઓ આવેલી છે, જેના માટે જરૂરી વીજળીની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો- આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે

ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું

જ્ઞાન શક્તિ દિવસ નિમિતે વિદ્યાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત ચેક વિતરણ કર્યા હતા અને ટેબલેટના વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આજે ઉજવણી નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતેના સમારોહમાં ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.