મોરબી: શહેરના લાયન્સનગરમાં રહેતા શખ્સના ઘરમાં દરોડો કરી SOGની(Sale of Cannabis in Morbi) ટીમે 5 કિલોથી વધુ ગાંજાના જથ્થા સહિતના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો સપ્લાય કરનારમાં સુરતના આરોપીનું નામ ખુલ્યું છે. જેના આધારે પોલીસે બંન્ને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેર SOG ટીમ નશીલા દ્રવ્યોની હેરાફેરી (SOG team seized ganja from Lionsnagar in Morbi)રોકવા અને હેરાફેરી કરનાર શખ્સને ઝડપી લેવા કાર્યરત છે.
આ પણ વાંચોઃ Cannabis seized in Surat: SOGએ રિક્ષાની તપાસ કરતા સામે આવી ચોંકાવનારી ઘટના
5 કિલો ગાંજા સાથે ધરપકડ - આ દરમિયાન બાતમી મળી હતી કે લાયન્સનગરમાં (Morbi SOG team)રહેતા શખ્સના ઘરમાં ગાંજાનો જથ્થો છે. જે બાતમીને પગલે ટીમે આરોપી ઇકબાલ ફતેમહમદ મોવર રહે હાલ લાયન્સનગર મોરબી 2 મૂળ અંજીયાસર તા. માળિયા વાળાના મકાનમાં દરોડો કર્યો હતો. જે રેડમાં આરોપીના મકાનમાંથી 5 કિલો 430 ગ્રામ ગાંજો કિમત રૂપિયા 54,300 મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ કિમત રૂપિયા 5000 રોકડ 12,500 અને ડીજીટલ વજન કાંટો સહીત કુલ રૂપિયા 72,400 ની કિમતના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે.
આ પણ વાંચોઃ Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની કરી અટકાયત
સુરતથી ગાંજાનો જથ્થો આવ્યો - સુરતથી ગાંજાનો જથ્થો આવ્યો હોવાની કબુલાત કરતા બંને શખ્સોએ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો આરોપી ગુલાબ રહે કતારગામ સુરત વાળો સપ્લાય કરતો હોવાનું ખુલતા આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.