મોરબી: મોરબીમાં પગાર માંગવા જેવી નજીવી બાબતે અનુસૂચિત સમુદાયના યુવક સાથે થયેલા અત્યાચાર મામલે આરોપીઓના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસે છ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટેએ 1 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અનુસૂચિત સમુદાયના એક યુવક સાથે અત્યાચારની ઘટના બન્યા બાદ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
છ આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા: મળતી માહિતી મુજબ મોરબીમાં પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 ઈસમો વિરુદ્ધ ગુનો નોંવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવતા હોય જેમાં આરોપી ડી.ડી રબારીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અન્ય આરોપીને જેમાં રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આજે વધુ 3 આરોપીઓ જેમાં પરીક્ષિત ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલા સહિતના વધુ ત્રણ આરોપીના પોલીસ સમક્ષ હાજર થયા હતા.
બંને પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી: મોરબીના ચકચારી રાણીબા પ્રકરણમાં આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના છને આજે કોર્ટેમાં 5 દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પબ્લિક પ્રોસીકયુટર સંજયભાઈ દવે જેમાં રિમાન્ડ માગણી સાથે જે મુદાઓ રજુ કર્યા હતા. તેમની રજૂઆતના પગલે કોર્ટે 1 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.