ETV Bharat / state

મોરબી: ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારો અને તેના સાથીદારને ઝડપી લેવાયા - Police registered a complaint

મોરબી જિલ્લાના ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારો અને તેની મદદ કરનારાને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. મળતી માહિતી મુજબ સગીરા પાણી ભરવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીના મિત્રએ આ ગુનામાં તેની મદદ કરી હતી. જેથી પોલીસે બંને અપરાધીઓને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટંકારા
મોરબી ટંકારા
author img

By

Published : Dec 4, 2020, 5:14 PM IST

  • મોરબી જિલ્લાના ટંકારામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના
  • પોલીસે આરોપી યુવક અને તેના સાથીદારની કરી અટકાયત
  • સગીરાની માતાએ નોંધાવી હતી ફરિયાદ

મોરબી: જિલ્લાના ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારો અને તેની મદદ કરનારાને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. મળતી માહિતી મુજબ સગીરા પાણી ભરવા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીના મિત્રએ આ ગુનામાં તેની મદદ કરી હતી. જેથી પોલીસે બંને અપરાધીઓને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારો ઝડપાયો

બંને અપરાધીઓને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા પાણી ભરવા ગઈ ત્યારે ગામના જ બે નરાધમોએ સગીરોની એકલતાનો ફાયદો ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક શખ્શે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જયારે અન્ય ઈસમે તેની મદદ કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ ટંકારા પોલીસ હરકતમાં આવી હતી. બનાવને પગલે DySP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે તપાસ શરૂ કરી અને દુષ્કર્મ આચરનારો આરોપી ધર્મેશ જાદવ ભાગિયા અને તેને મદદ કરનારો આરોપી મનોજ હેમંત ગોસરા બંને શખ્શોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો મોરબીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર ઇસમની ધરપકડ

અગાઉ પણ મોરબીમાં દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં પાડોશમાં રહેતા ઈસમે જ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અપરાધી ઈસમની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.