ETV Bharat / state

Morbi: કોરોનાને કારણે સરકારી શાળાઓ બંધ, શિક્ષકો આપે છે શેરી શિક્ષણ

author img

By

Published : Jul 27, 2021, 4:02 PM IST

કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ બંધ છે, ત્યારે સરકારી શાળાના શિક્ષકો બાળકોની શેરી અને ફળિયાઓમાં જઈ શિક્ષણ આપી રહ્યા છે.

Morbi
Morbi
  • ફળિયે ફળિયે જઈ શિક્ષણ આપે છે સરકારી શિક્ષકો
  • વિદ્યાર્થીઓમાં ખુબ જ ખુશી અને ઉત્સાહનો માહોલ
  • પ્રાથમિક શિક્ષણ શરુ ન થાય ત્યાં સુધી શિક્ષકો સેવાયજ્ઞ શરુ રાખશે

મોરબી: હાલ કોરોના કાળના કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓને શાળાએ પ્રત્યક્ષ બોલાવવામાં નથી આવતા પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ, G.- SHALA અને ડી.ડી.ગિરનાર જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ થઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન અને ટી.વી.જેવા સાધનો ન હોય એવા બાળકોનું શિક્ષણ થઈ શકતુ નથી. તેવા બાળકોને શાળાના શિક્ષકો તેના ઘરે જઈ શિક્ષણ આપી રહ્યા છે.

મોરબીમાં સરકારી શિક્ષકો આપે છે શેરી શિક્ષણ

આ પણ વાંચો- કાંકરેજના હરિનગર પ્રાથમિક શાળાના શિક્ષકનું અનોખું શેરી શિક્ષણ

શિક્ષકો આ સેવાયજ્ઞ શરુ રાખશે

જે સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ સમજ ઓનલાઈન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય અને હાલમાં બ્રિજ કોર્ષ (જ્ઞાનસેતુ)નું કાર્ય પણ પૂર્ણ થયું છે. વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુનું કઈ રીતે પૂર્ણ કર્યુ છે તેના મૂલ્યાંકન માટે અને અન્ય બાબતોની સમજ માટે મોરબીની સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ અને ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓમાં ખુબ જ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ શરુ ન થાય ત્યાં સુધી સરકારી શાળાના શિક્ષકો આ સેવાયજ્ઞ શરુ રાખશે. તેમજ મોરબી જિલ્લાની તમામ સરકારી શાળાના શિક્ષકો શેરી શેરીએ જઈને વિધાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષકો શેરી શેરીએ જઈને શિક્ષણ આપતા હોવાથી વાલીઓની ચિંતા પણ હળવી થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.