- મોરબી અને રાજકોટમાં વાહનચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપયો
- શંકાસ્પદ નંબર પ્લેટ જણાતા પોલીસે એક્ટિવા રોકીને તપાસ કરી
- એક્ટિવા હોટેલ નજીકથી ચોરી કર્યું હોવા કબૂલાત કરી
મોરબી : જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદારાની સુચના તેમજ DYSP રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ-ડિવિઝન PI, અને PSI વી. જી. જેઠવા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ આસીફ રાઉમા અને ભાનુભાઈ બાલાસરાની બાતમી મળી હતી કે, એક શખ્સ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું એક્ટિવા બાઇક લઇને ઘુનડારોડ તરફથી પસાર થવાની છે.
આ પણ વાંચો : વિસનગરના દેણપમાં શાળામાં ચોરી, પોલીસે કરી ધરપકડ
મોટર સાયકલ મોરબી મહેશ હોટલ પાસેથી ચોરી કર્યાનું સ્વીકાર્યું
પોલીસ વોચમાં ત્યારે નંબરપ્લેટ વગરનું એક્ટિવા મોટર સાયકલ નિકળતા તેને રોકી તેનું નામ પૂછતા પોતે પોતાનું નામ ભાવેશ ચતુરભાઇ વડઘાસીયા હોવાનું જણાવ્યુ હતું. મોટરસાયકલ કાગળો માંગતા એક્ટિવાના કાગળો માંગ્યા હતા. ત્યારે ગોળ-ગોળ જવાબ આપતા એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા તેમજ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા મોટર સાયકલ મોરબી મહેશ હોટલ પાસેથી ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો : બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું
મોટર સાઈકલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી
અન્ય ગુનાઓ માટે પૂછતાં તેણે પાંચ દિવસ પહેલા રાજકોટ શહેર ભુતખાના ચોક પાસેથી એક હોન્ડા એવીએટોર મોટર સાયકલ નંબર GJ-03-DM-3258 કિંમત રૂપિયા 30,000 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંન્ને મોટર સાઈકલ કબજે કરીને આરોપી ભાવેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.