મોરબીઃ શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પીળાશયુક્ત એવું દુષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોતું જેની ફરિયાદો બાદ ચીફ ઓફિસરે ફિલ્ટર પ્લાન્ટની મુલાકત લીધી હતી અને તુરંત સફાઈના આદેશ આપવા ઉપરાંત પાણીના નમુના લઈને લેબોરેટરીમાં રીપોર્ટ માટે મોકલાયા છે.
![મોરબીમાં પીળાશયુક્ત દુષિત પાણી વિતરણથી નાગરિકોમાં ભભૂકતો રોષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-mrb-02-dushit-pani-av-gj10004_26042020145535_2604f_1587893135_364.jpg)
જેમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાનું પાણી પીળાશયુક્ત દુષિત આવી રહ્યું હોવાથી મોરબીના નાની બજાર, હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં દુષિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી હતી અને દુષિત પાણીની બુમરાણ બાદ નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ દ્વારા ફિલ્ટર હાઉસની મુલાકાત લેવામાં આવી હતી.
ફિલ્ટર પ્લાન મુલાકાત સમયે ચીફ ઓફિસરે પીળાશયુક્ત પાણીનો પ્રશ્ન ઉકેલવા ફિલ્ટર પ્લાન્ટમાં સફાઈ કરવા સુચના આપી હતી તે ઉપરાંત પાણીના નમુના લેવામાં આવ્યા હતા. જે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે અને રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.
તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું ફિલ્ટર પ્લાન્ટ ખાતે સફાઈ ચાલી રહી છે અને પીળાશયુક્ત દુષિત પાણીનો પ્રશ્ન જલ્દીથી ઉકેલાઈ જવાની ખાતરી આપી હતી.