- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાંબી લાઇનો
- ઇન્જેક્શન માટે શરુ કરવામાં આવેલું મધ્સ્ય્થ કેન્દ્ર એક જ દિવસમાં બંધ
- હોસ્પિટલમાં દાખલ હશે તે દર્દીઓને જ રેમડેસીવીર ઇન્જેક્શન મળશે
મોરબીઃ જિલ્લામાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. રેમડેસીવીર ઇન્જેક્શનની માગ પણ વધી છે. સરકારમાંથી જરૂરિયાત કરતા ઓછી સંખ્યામાં રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવમાં આવે છે. જેથી તંત્ર દ્વારા ઇન્જેક્શન વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજ બુધવારથી હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન મળશે નહીં અને હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઇન્જેક્શન મળી રહેશે. હોસ્પિટલોને આ ઇન્જેક્શન કઈ રીતે મળશે તે અંગે આજે બુધવારે મીટીંગ કરી નક્કી કરવામાં આવશે. હોમ આઇસોલેટ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ બંધ કરવામાં આવતા વી. સી. હાઇસ્કૂલ ખાતે જે સેન્ટર છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ પાટણમાં તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે રેમડેસીવીરના વિતરણની અલાયદી વ્યવસ્થા ઉભી કરી
કલેક્ટરના નિવાસસ્થાન ખાતે ધરણા કરી વિરોધ
આજે બુધવારે ઇન્જેક્શન માટે દર્દીના સગાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા પરંતુ સેન્ટર બંધ કરી દેવામાં આવતા દર્દીના પરિજનો રોષ ભરાયા હતા. રોષે ભરાયેલા દર્દીના પરિજનોએ કલેક્ટરના નિવાસસ્થાન સામે બેસી ધરણા કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો કલેક્ટરના નિવાસસ્થાને એકત્ર થતાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવાની ફરજ પડી હતી
આ પણ વાંચોઃ મોરબીમાં રેમડેસીવીર લેવા માટે લાંબી કતારો લાગી
સરકારમાંથી અપૂરતા સ્ટોકના કારણે ઇન્જેક્શન આપી નથી શકતાઃ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ
મોરબીમાં રેમડીસીવર ઇન્જેક્શન મામલે આજે બુધવારે હોબાળો મચ્યો હતો. આ બનાવને પગલે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણએ જણાવ્યું હતુ કે, સરકારમાંથી સ્ટોક અપૂરતો આવતો હોવાથી તમામને ઈન્જેકસન આપી નથી શકતા. પ્રતિદિન 1,000થી 1,200ની માંગણી સામે માત્ર 600 જ આપવામાં આવે છે. જેથી હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીને ઇન્જેક્શન આપવાનું બંધ કર્યું છે. જો સ્ટોક આવશે તો હોસ્પિટલને ફાળવાશે તેમ જણાવ્યું હતું.