- મોરબીની નીલકંઠ સોસાયટીમાં બે સ્થળે જુગાર રમતા 17 નેપાળી પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા
- મોરબી બી ડીવીઝન પોલીસની કામગીરી
- મોરબીમાંથી નેપાળી પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીઃ શહેરની નીલકંઠ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી-ડિવિઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં બે સ્થળે જુગાર રમતા કુલ 17 પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા છે.
નીલકંઠ સોસાયટીમાં બે સ્થળે જુગારધામે દરોડા
મોરબી બી ડિવિઝન પોલીસે પહેલી જુગાર દરોડામાં જાહેરમાં જુગાર રમતા નરેશ અમરસિંગ સોની, રમેશ રામબહાદુર રાઓલ, હરીશ માનસિંગ બોગટી, કમલ ભીમબહાદુર બીસ્ટા, હરક ડમ્મર વિશ્વકર્મા, ટેગબહાદુર પાઉંમનસિંગ વિશ્વકર્મા, કરણ જીતબહાદુર વિશ્વકર્મા અને અનીલ જીતબહાદુર વિશ્વકર્મા તમામ મૂળ નેપાળના રહેવાસીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 12,510 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
૧૭ પત્તાપ્રેમીઓએ ૧૬,૬૫૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
જયારે અન્ય દરોડામાં જુગાર રમતા હર્ષદ માનબહાદુર રાઓલ, ભરત કલમ થાપા, પ્રેમબહાદુર માનબહાદુર રાઉંલ, જબ્બર દાનસિંગ રાઉલ, શિવા રાકેશ વિશ્વકર્મા, દીપક સરોજ ભંડારી, કમલ કમાનસિંગ કઠાપત, ભરત રત્ના બિષ્ટ અને કલમ માનબહાદુર રાઓલ આ તમામ લોકો મૂળ નેપાળના રહેવાસીને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 16,250 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.