ETV Bharat / state

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રાતોરાત કમરતોડ વધારો ઝીંકાયો - Natural gas

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા રાતોરાત રૂપિયા 4.37નો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને ટેક્ષ સહીત આ ભાવ રૂપિયા 5 થયો છે. રાતોરાત કરાતા ભાવવધારાથી મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે અને ઉદ્યોગપતિઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

morbi
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રાતોરાત કમરતોડ વધારો ઝીંકાયો
author img

By

Published : Aug 25, 2021, 11:40 AM IST

  • ગેસના ભાવમાં 4.37 રૂપિયાનો વધારો રાત્રીથી જ અમલી
  • સિરામિક ઉદ્યોગ પર મહીને 100 કરોડનું ભારણ વધ્યું
  • વેપારીઓએ સરકાર પાસે સમય માંગ્યો

મોરબી: કોરોના મહામારી બાદ હજુ તો ઉદ્યોગની ગાડી પાટે ચડી હતી છતાં મંદીનો માહોલ અને તાજેતરમાં ટ્રકની હડતાલને પગલે ઉદ્યોગની ગતિને આંશિક બ્રેક લાગી હતી. કોરોનાની બીજી લહેર બાદ ધંધા-વેપારમાં થોડી રોનક આવી હતી પણ હાલમાં ગુજરાત ગેસ કંપનીએ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો માર્યો છે. ગઈકાલે( સોમવાર) ગેસ કંપની દ્વારા રૂપિયા 4 નો ભાવ વધારો ઝીંકી દેવાયો છે જે ટેક્ષ સહીત રૂપિયા 5 જેટલો ભાવવધારો થયો છે. જેથી મોરબીના સિરામિક ઉદ્યોગ પર મહીને 100 કરોડ રૂપિયાનું ભારણ વધી જશે

એગ્રીમેન્ટ હોવા છતાં ભાવ વધે છે, એક માસનો સમય આપવો જોઈએ : નીલેશ જેતપરિયા

નીલેશ જેતપરીયા જણાવે છે કે," ગેસ કંપની દ્વારા રૂપિયા 4.37 નો ભાવવધારો ઝીંકાયો છે જે રાત્રે 12 વાગ્યાથી અમલી કરી દેવામાં આવ્યો છે. ગેસ કંપની સાથે સિરામિક ફેકટરીઓ એગ્રીમેન્ટ કરે છે છતાં ભાવવધારો ઝીકી દેવાય છે અને એગ્રીમેન્ટ હોવા છતાં નવો ભાવ લાગુ પડે છે,જેથી ફેક્ટરીને નુકશાની સહન કરવી પડે છે. હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં છબી ખરડાઈ છે, જેથી હાલ 85 યુનિટોએ શટ ડાઉન થયા છે. આગામી દિવસોમાં 50 ટકા ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડશે ભાવવધારા માટે એક માસનો સમય આપવો જોઈએ."

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રાતોરાત કમરતોડ વધારો ઝીંકાયો

આ પણ વાંચો : આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,600ને પાર

રાતોરાત ભાવવધારો કરે તે વ્યાજબી નથી : મુકેશભાઈ ઉધરેજા

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ મુકેશભાઈ જણાવે છે કે," રાતોરાત ભાવવધારો કરાય તે વ્યાજબી નથી, સમય આપવો જોઈએ, અગાઉ પણ આ મામલે ગેસ કંપની, નેતાઓને રજૂઆત કરવામાં આવી છે. ફેક્ટરી અગાઉ ઓર્ડર લેતી હોય છે અને તેઓ ગેસ કંપની જેમ તૈયાર માલમાં રાતોરાત ભાવ વધારી સકતી નથી. જેથી ફેક્ટરીને નુકશાન સહન કરવું પડે છે. તેમને 2 વિટ્રીફાઈડ અને એક વોલ ટાઈલ્સ ફેક્ટરી છે. જેમાં પ્રતિદિન 40,000 ક્યુબીક મીટર વપરાશ હિસાબે દર મહીને 50 લાખથી વધુની નુકશાની સહન કરવી પડશે.

આ પણ વાંચો : ધોરણ 10 રીપીટર પરિણામ : 2,98,817 વિદ્યાર્થીઓ પૈકી 30,012 વિદ્યાર્થીઓ પાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.